મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીની દોશી-ડાભી હાઈસ્કૂલમાં સોશિયલ મીડિયાથી થતાં ફ્રોડ, પજવણી, બ્લેકમેઇલ સામે સેમિનાર યોજાયો


SHARE







મોરબીની દોશી-ડાભી હાઈસ્કૂલમાં સોશિયલ મીડિયાથી થતાં ફ્રોડ, પજવણી, બ્લેકમેઇલ સામે સેમિનાર યોજાયો

મોરબીની પંચાસર ચોકડી પાસે આવેલી શાળા શ્રી દોશી એમ. એસ. અને ડાભી એન. આર. હાઈસ્કૂલ ખાતે સાયબર સિક્યુરિટી તથા સાયબર ક્રાઇમ, ટ્રાફિક જનજાગૃતિ, મોરબી એ ડિવિઝનની  "SHE TEAM" દ્વારા કરવામાં આવતી કામગીરી અંગે માહિતી સભર કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોરબી જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક પટેલ, મોરબી એ ડિવિઝન પી.આઈ., સાયબર સેલ પી.આઈ., ટ્રાફિક નિયંત્રણ શાખાના પી.એસ.આઈ., SHE TEAM નાં પી.એસ.આઈ. હાજર રહ્યા હતા અને પોલીસ અધિકારીઓએ દ્વારા માહિતી આપવામાં આવી હતી ખાસ કરીને વિદ્યાર્થીઓને સ્માર્ટફોન અને સોશિયલ મીડિયાનો સંયમ પૂર્વક ઉપયોગ કેમ કરવો, ઓનલાઈન થતાં ફ્રોડથી કેવી રીતે બચી શકાય, ટ્રાફિક નિયમનના નિયમો અને લોકોની ટ્રાફિક અંગે કેવી રીતે જાગૃતિ વધે વગેરે બાબતોથી વાકેફ કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં ૪૨૫ વિદ્યાર્થીઓ તથા શાળાના સ્ટાફએ ભાગ લીધેલ હતો અને આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના સર્વે સ્ટાફએ જહેમત ઉઠાવી હતી તેવું શાળાના આચાર્ય ભરતભાઈ ગોપાણીએ જણાવ્યુ છે






Latest News