મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબી નાગરિક બેંકના સભાસદોને ભેટનું વિતરણ ચાલુ: ધારાસભ્ય, ચેરમેન, ડિરેકટરો હાજર રહ્યા


SHARE







મોરબી નાગરિક બેંકના સભાસદોને ભેટનું વિતરણ ચાલુ: ધારાસભ્ય, ચેરમેન, ડિરેકટરો હાજર રહ્યા

મોરબી નાગરિક સહકારી બેંકના ચેરમેન અને ડિરેક્ટરો દ્વારા પારદર્શક વહીવટ કરવામાં આવે છે અને બેંકમાં સમયાંતરે જે ચોખો નફો હોય તેના આધારે દરેક સભાસદને ભેટ આપવામાં આવતી હોય છે તેવી જ રીતે હાલમાં મોરબી નાગરિક સહકારી બેંક દ્વારા તેના સભાસદો માટે બ્લેકેટ અને ટુવાલ સેટની બે જુદીજુદી ભેટ રાખવામા આવી છે જે પૈકીની સભાસદ નક્કી કરે તે એક ભેટ તેને બેન્ક ખાતેથી આપવામાં આવેલ છે રવિવારથી મોરબી નાગરિક સહકારી બેંકના ચેરમેન અને ડિરેક્ટરોની હાજરીમાં ભેટનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે અને ત્યારે મોરબી માળીયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, બેંકના ચેરમેન ભરતભાઇ મીરાણી, ડિરેક્ટર આપાભાઈ કુંભારવાડીયા, હંસાબેન ઠાકર, ચંદ્રિકાબેન પલાણ સહિતના ત્યાં હાજર રહ્યા હતા અને ત્યારે બેંકના ચેરમેન ભરતભાઇ મીરાણીએ જણાવ્યુ હતું કે આ નાના લોકો માટેની બેન્ક છે ત્યાં લોકોને કોઈ પણ પ્રકારના છુપા ચાર્જ વગર લોન આપવામાં આવેલ છે તો ડિરેક્ટર આપાભાઈ કુંભારવાડીયાએ જણાવ્યુ હતું કે, મોરબીમાં મિલકત લેનારને લોન લેવામાં અન્ય બેંકમાં ઘણી મુશ્કેલી પડે છે જો કે, આ બેન્ક મારફતે વેલ્યુએશન આધારે પણ લોન આપવામાં આવે છે તેનો ઘણા જરૂરિયાત વાળા પરિવારોને લાભ મળે છે આ તકે આવેલા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાજણાવ્યુ હતું કે, શહેરના સામાકાંઠે વિસ્તારમાં પણ મોરબી નાગરિક સહકારી બેંકની એક બ્રાન્ચ શરૂ કરવામાં આવે તો આ મોરબીની આપની પોતાની કહી શકાય તેવી બેન્કનો વધુમાં વધુ લોકો લાભ લઈ શકે તેમ છે વધુમાં મોરબી નાગરિક સહકારી બેંકમાં ચેરમેને જણાવ્યુ હતુ કે, ત્રણ રવિવાર સુધી બેંકના સભાસદોને ભેટ આપવા માટે બેન્કની બાજુમાં જ વ્યવસ્થા કરવામાં આવી છે જેથી કરીને સભાસદોએ વહેલમાં વહેલી તકે પોતાની ભેટ મેળવી લેવાની રહેશે






Latest News