ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રનગર ગામે થયેલ મારમારીના ગુનામાં મહિલા આરોપીની ધરપકડ


SHARE







મોરબીના મહેન્દ્રનગર ગામે થયેલ મારમારીના ગુનામાં મહિલા આરોપીની ધરપકડ

મોરબીના સામાકાંઠે આવેલા મહેન્દ્રનગર ગામે મકાનની દીવાલ બાબતે બે પરિવારો વચ્ચે બોલાચાલી અને મારમારી થઈ હતી અને બાદમાં સામસામે ફરિયાદો નોંધવામાં આવી હતી જે ગુનામાં હાલમાં મોરબી તાલુકા પોલીસે વધુ એક મહિલા આરોપીની ધરપકડ કરેલ છે

મોરબીના સામાકાંઠે મહેન્દ્રનગર ગામે આવેલ આઇટીઆઇ સામેના ભાગે આવેલા વિસ્તારમાં મકાનની દીવાલ બાબતે સામસામે મારામારી થઈ હતી જેમાં છ વ્યક્તિઓને જે તે સમયે ઇજાઓ થતા તેઓને પણ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા અને પછી સામસામી ફરિયાદો કરવામાં આવી હતી જેમાં રમીલાબેન નાનજીભાઈ ચાવડા (૪૬) રહે. મહેન્દ્રનગર આઇટીઆઇની સામે વાળાઓએ નવીન મીઠાભાઈ મકવાણા અને તેના પત્ની સવિતાબેન નવીનભાઈ મકવાણા રહે. બંને મહેન્દ્રનગર વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે, તેમનો દીકરો વિનોદ તથા તેઓ સામેવાળાઓને દિવાલ બાબતે સમજાવા ગયા હતા ત્યારે ઉશ્કેરાઈ જઈને ગાળાગાળી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને વિનોદભાઈને મારવા જતા પોતે વચ્ચે પડતાં લાકડી વડે માર માર્યો હતો તેમજ વિનોદભાઈ સહિતના સાહેદોને પણ ઢીકાપાટુંનો મારીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી આ ગુનામાં પોલીસે અગાઉ નવીન મીઠાભાઈ મકવાણાની ધરપકડ કરી હતી અને હાલમાં આ ગુનામાં પોલીસે સવિતાબેન નવીનભાઈ મકવાણા રહે. મહેન્દ્રનગર વાળાની મારમારીના ગુનામાં ધરપકડ કરેલ છે

છરી સાથે પકડાયા

મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાંથી પોલીસે ફેઝલ ફિરોજભાઈ સેડાત (૨૧) રહે વિદ્યુતનગર સર્કિટ હાઉસ સામે મોરબી-૨, તોશિબ મહેબૂબ બ્લોચ જાતે સંધિ (૨૫) રહે મકરાણીવાસ, આરીફ ઈકબાલભાઈ ચાનીયા (૨૮) રહે કાલિકા પ્લોટ નર્મદા હૉલ પાસે, અસલમ સલિમભાઈ ચાનીયા (૩૭) રહે કાલિકા પ્લોટ વાળાને છરી સાથે પકડ્યા છે આવી જ રીતે સિપાઈવાસ પાસેથી હુસેન ઉર્ફે ઢીંગલી યુસુબભાઇ બેલીમ (૨૧) રહે સિપાઈવાસ મતવા ચોક વાળાને છરી સાથે ઝડપી લીધે છે






Latest News