મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબી નજીક સીરામીક કારખાનાના ગોડાઉનમાં ચાર વર્ષની બાળકીની હત્યા: પરિવારનો ગંભીર આક્ષેપ


SHARE







મોરબી નજીક સીરામીક કારખાનાના ગોડાઉનમાં ચાર વર્ષની બાળકીની હત્યા: પરિવારનો ગંભીર આક્ષેપ

મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ સીરામીક કારખાનાના ગોડાઉનમાંથી ચાર વર્ષની બાળકીની હત્યા કરેલી હાલતમાં લાશ મળી આવી છે જેથી કરીને બે દિવસથી ગુમ થયેલ બાળકીની દુષ્કર્મ કરવાના ઇરાદે હત્યા કરવામાં આવી હોવાનો હાલમાં પરિવરજન દ્વારા આક્ષેપ કરવામાં આવેલ છે અને બાળકીના મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે રાજકોટની હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો છે અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ ન્યુ રોયલ સીરામીક કારખાનાના ટાઇલ્સનો માલ ભરેલા ગોડાઉનમાંથી ત્યાં રહેતા અને મજૂરી કામ કરતા મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી ઈમરાન અબ્બાસીની ચાર વર્ષ અને દસ મહિનાની દીકરી જાયારા ની ગળાટુંપો આપીને હત્યા કરેલી હાલતમાં લાશ મળી આવી છે જેથી કરીને આ બનાવ સંદર્ભે મોરબી તાલુકા પોલીસને કારખાનેદાર દ્વારા જાણ કરવામાં આવી હતી જેથી પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને મૃતક બાળકીની મૃતદેહને પીએમ માટે પ્રથમ મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને મૃતક બાળકીના પરિવારજન દ્વારા તેની દીકરી સાથે દુષ્કર્મ કરવાના ઇરાદે તેની હત્યા કરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે ત્યારે પોલીસ દ્વારા મૃતદેહના ફોરેન્સિક પીએમ માટે બાળકીના મૃતદેહને રાજકોટની હોસ્પિટલે લઈ જવામાં આવેલ છે વધુમાં આ બનાવની આગળની તપાસ કરતા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના જે.પી. પટેલ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, કારખાનાના માલ ભરેલા ગોડાઉનમાં માલ લેવા માટે થઈને જ્યારે અન્ય માણસો ગયા હતા ત્યારે ત્યાં ગોડાઉનમાંથી દુર્ગંધ આવતી હોય કોઈ જનાવર મરી ગયું લાગે છે તેવું સમજીને ત્યાં ગોડાઉનમાં ચેક કરવામાં આવ્યું ત્યારે ત્યાંથી ચાર વર્ષની બાળકીની હત્યા કરેલી હાલતમાં લાશ મળી આવી હતી જેથી આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસ દ્વારા આગળની તપાસ કરવામાં આવી રહી છે

અકસ્માતમાં ઇજા

મોરબીના રવાપર ગામ નજીક આવેલ ક્રિષ્ના સ્કૂલ પાસે રહેતા પ્રભુભાઈ ધરમશીભાઈ ડાભી (૫૦) નામના આધેડ મોરબીના સનાળા રોડ ઉપર આવેલ મહેશ હોટલ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ત્યાં વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં પ્રભુભાઈ ડાભીને ઇજાઓ થયો હોવાથી તેને સારવાર માટે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News