મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી મહિલા સાથે મિત્રતા કેળવીને દુષ્કર્મ: છરી બતાવીને મારી નાખવાની ધમકી


SHARE







મોરબીના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી મહિલા સાથે મિત્રતા કેળવીને દુષ્કર્મ: છરી બતાવીને મારી નાખવાની ધમકી

મોરબી નજીકના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી મહિલા સાથે તેની સાથે મિત્રતા કેળવીને દુષ્કર્મ કરવામાં આવ્યું હતું અને વારંવાર દુષ્કર્મ આચરનારા શખ્સે મહિલાને છરી બતાવીને મારી નાખવાની ધમકી આપી હતી જેથી મહિલાએ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનોથી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવી જાણવા મળતી વિગત પ્રમાણે અગાઉ મોરબી નજીકના કારખાનામાં કામ કરતી મહિલાના સંપર્કમાં આવેલ કોન્ટ્રાક્ટર ભગવાનજી બાબુભાઈ સાવરીયા રહે. લાલપર મોરબી વાળાની સામે મહિલાએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, આરોપીએ તેના સંપર્કમાં આવ્યા બાદ તેની સાથે મિત્રતા કેળવી હતી અને ત્યારબાદ મોરબીની આસપાસના વિસ્તારમાં તથા અન્ય જગ્યાએ તેની સાથે શરીર સંબંધ બાંધ્યો હતો અને ત્યારબાદ મહિલાએ શરીર સંબંધ બાંધવાની ના પાડતા તેને છરી બતાવીને મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી કરીને ભોગ બનેલ મહિલા દ્વારા નોંધવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં આઇપીસી કલમ ૩૭૬ મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ બી.એમ. બગડા ચલાવી રહ્યા છે

માર માર્યો

ટંકારાના પટેલ નગરમાં રહેતા વિનોદભાઈ વિઠ્ઠલભાઈ ફેફર (૪૨) નામના યુવાનને ટંકારાને જબલપુર વચ્ચે મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી કરીને ઈજા પામેલ હાલતમાં વિનોદભાઈ ફેફરને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે પ્રથમ મોરબી સીટી એ ડિવિઝનને જાણ કરી હતી જેથી પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરી હતી અને આ બનાવ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનની હદનો હોવાથી ત્યાં આ બનાવની જાણ કરવા માટે તજવીજ હાથ ધરી છે






Latest News