મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

ટંકારાના મુન્નાવાસમાં મકાનમાં સાત બોટલ દારૂ સાથે માતા-પુત્રની ધરપકડ


SHARE







ટંકારાના મુન્નાવાસમાં મકાનમાં સાત બોટલ દારૂ સાથે માતા-પુત્રની ધરપકડ

ટંકારાના મુન્નાવાસમાં રહેણાક મકાનમાં દારૂ હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે ઘરમાંથી દારૂની સાત બોટલ મળી આવતા પોલીસે માતા-પુત્રની ધરપકડ કરી હતી અને દારૂ આપી જનારનું નામ સામે આવતા તેની સામે પણ ગુનો નોંધી તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ટંકારાના મુન્નાવાસમાં રહેતા સમીરભાઈના રેણાક મકાનમાં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે ઘરમાંથી દારૂની જુદી જુદી બ્રાન્ડની કુલ મળીને સાત બોટલો મળી આવી હતી જેથી પોલીસે ૨૫૦૦ રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને સમીરભાઈ અજીતભાઈ સાંજી જાતે ખલીફા (૨૦) રહે. ટંકારા અને તેની માતા રુકસાનાબેન અજીતભાઈ સાંજી જાતે ખલીફા (૪૦) રહે. ટંકારા વાળાની ધરપકડ કરેલ છે અને તેને દારૂની બોટલો વસીમભાઈ અજીતભાઈ સાંજી રહે. ટંકારા વાળો વેચાણ કરવા માટે આપી ગયો હોવાનું સામે આવતા તેની સામે પણ ગુનો નોંધી પોલીસે તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મહિલા સારવારમાં 

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં રહેતા સાયનાબાનું સરફરાજભાઈ મકરાણી નામની ૨૨ વર્ષીય મહિલા કોઈ કારણસર તેણીના ઘરે ફીનાઇલ પી ગયા હતા.જેથી તેઓને આયુષ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હોવાનું એ ડિવિઝન પોલીસ સૂત્રોએ જણાવેલ છે.હાલ બનાવના કારણ બાબતે એ ડિવિઝન પોલીસ સ્ટેશનના હરેશભાઈ ચાવડા દ્વારા આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.






Latest News