ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

ટંકારના માજી  સરપંચનું ઘરમાં અગાસી ઉપરથી પડી જતાં ઇજા થવાથી મોત


SHARE







ટંકારના માજી  સરપંચનું ઘરમાં અગાસી ઉપરથી પડી જતાં ઇજા થવાથી મોત

ટંકારામાં રહેતા વૃદ્ધ પોતાના ઘરે અગાસી ઉપરથી પડી ગયા હતા જેથી કરીને તેઓને ઇજા થતાં સારવાર માટે મોરબી લઈને આવ્યા હતા અને ત્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જેથી કરીને આ બનાવની પ્રથમ મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનની હદનો હોવાથી ત્યાં આ બનાવની જાણ કરવામાં આવશે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ ટંકારામાં રહેતા માજી સરપંચ ગોકળભાઈ અમરશીભાઈ ખોખાણી (૮૨) નામના વૃદ્ધ પોતે પોતાના ઘરે હતા ત્યારે ઘરની અગાસી ઉપરથી તે નીચે પડી ગયા હતા જેથી કરીને ઈજા થવાના કારણે તેઓને ઇજાગ્રસ્ત હાલતમાં મોરબીના સનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેનું ચાલુ સારવાર દરમિયાન મોત નીપજયું હતું આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરીને આગળની કાર્યવાહી કરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ વિપુલભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી જો કે, બનાવ ટંકારા તાલુકા પોલીસની હદ હોવાથી ત્યાં બનાવની મોરબી એ ડિવિઝન પોલીસ દ્વારા જાણ કરવામાં આવશે

મારામારી

મોરબીના લખધીરવાસ ચોક પાસે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં મોરબીમાં ગ્રીનચોક પાસે રહેતા વિરલ જગદીશ મીરાણી (૩૦) નામના યુવાનને ઇજા થઈ હતી જેથી કરીને ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવી નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરી છે

ઝેરી દવા પીધી

ટંકારા તાલુકાના વીરપર ગામે ધનસુખભાઈ પટેલની વાડીએ રહેતા રાઘુભાઈ મોહનભાઈ કોળી (૨૪) નામનો યુવાન વાડીમાં હતો ત્યારે ઘાસમાં છાંટવાની ઝેરી દવા પી જતા તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પ્રથમ મોરબી એ ડિવિઝન પોલીસને જાણકારી હતી જેથી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના વી.કે. પટેલ દ્વારા કરવામાં આવી હતી જો કે, બનાવ ટંકારા તાલુકાનો હોવાથી સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવશ






Latest News