ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીના ગાળા નજીક આગળ જતી કારના ચાલકે અચાનક બ્રેક મારતા પાછળ એકટીવા અથડાતા બે યુવાનો સારવારમાં


SHARE







મોરબીના ગાળા નજીક આગળ જતી કારના ચાલકે અચાનક બ્રેક મારતા પાછળ એકટીવા અથડાતા બે યુવાનો સારવારમાં

મોરબીના ગાળા ગામે જતા રસ્તા ઉપર વાહન અકસ્માતનો બનાવ સર્જાયો હતો.જેમાં આગળ જતી કારના ચાલકે અચાનક બ્રેક મારતા એકટીવા કારની પાછળ અથડાયું હતું અને તે બનાવમાં બે યુવાનોને ઇજા થતા સારવારમાં ખસેડાયા હતા.

બનાવ સંદર્ભે તાલુકા પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે મોરબીના વીસીપરામાં રહેતા જયેશ માણેકભાઈ ત્રિવેદી (ઉમર ૨૦) અને અર્જુન જીવણસિંહ રાજપૂત (ઉમર ૧૮) નામના બે યુવાનો એકટીવા લઈને મોરબીથી ગાળા તરફ જતા હતા ત્યારે રસ્તામાં ગાળા નજીક આગળ જતી કારના ચાલકે અચાનક બ્રેક મારતા તેઓનું એકટીવા કારના પાછળના ભાગે અથડાયું હતું જે બનાવમાં બંનેને ઈજા થતા જયેશ અને અર્જુનને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.જયેશને જમણા પગના ભાગે તેમજ અર્જુનને બંને હાથે અને માથામાં ઇજાઓ થઈ હોય સારવારમાં ખસેડાતા તાલુકા પોલીસ મથકના વિજયભાઈ ડાંગર દ્વારા આ બાબતે નોંધ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી.

યુવાન સારવારમાં

મોરબી તાલુકાના ગાળા ગામે રહેતા કમલેશભાઈ વાલજીભાઈ બોપલિયા નામના ૪૦ વર્ષના યુવાને મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાં શેરી નંબર-૫ માં કોઈ અકળ કારણોસર ઝેરી દવા પી ગયો હતો.જેથી તેને સારવાર માટે સીવીલે ખસેડાયો હતો અને આ બનાવ અંગે હોસ્પિટલ તરફથી એ ડિવિઝન પોલીસમાં જાણ કરવામાં આવતા એ ડિવિઝન પોલીસ મથકના વી.કે.પટેલ દ્વારા આ બાબતે નોંધ કરીને આગળની તપાસ કરવામાં આવી હતી તેમ પોલીસ સુત્રોએ જણાવેલ છે.તેમજ મોરબીના રવાપર રોડ ઉપર પ્રાણનગર વિસ્તારમાં રહેતો જેમીન પ્રશાંતભાઈ આડેસરા નામનો ૨૧ વર્ષનો યુવાન તેના ઘરે કોઈ અકળ કારણોસર દવા પી ગયો હતો જેથી તેને પણ બેભાન હાલતમાં ક્રિષ્ના હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો હોસ્પિટલ ખાતે તેની સારવાર કરવામાં આવ્યા બાદ આ સંદર્ભે એ ડિવિઝન પોલીસમાં જાણ કરાઈ હતી અને એ ડિવિઝન પોલીસમાં જાણ થતા સ્ટાફના વિપુલભાઇ ફુલતરિયા દ્વારા આ બાબતે નોંધ કરીને બનાવના કારણ અંગે આગળની તપાસ કરવામાં આવી હતી.

મહિલા સારવારમાં

મોરબીના રફાળેશ્વર ગામે હાઇવે નજીકની ચોકડી પાસે ખરીદી માટે જઈ રહેલા રાધાબેન મકવાણા (૩૯) રહે.મેંદરડા જી.જુનાગઢ વાળાઓને અજાણ્યા રિક્ષાના ચાલકે ત્યાં હડફેટ લેતા ઇજા પામેલા રાધાબેનને શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા.હોસ્પિટલ દ્વારા તાલુકા પોલીસમાં જાણ કરાતા તે બીટ વિસ્તારના જમાદાર એ.એમ.જાપડીયા દ્વારા બનાવ અંગે આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી






Latest News