મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

હળવદના સુસવાવ ગામે માવતરે રહેતી પરિણીતાને કારીવાર બાબતે પતિ-સાસુનો ત્રાસ


SHARE







હળવદના સુસવાવ ગામે માવતરે રહેતી પરિણીતાને કારીવાર બાબતે પતિ-સાસુનો ત્રાસ

હળવદ તાલુકામાં માવતરના ઘરે રહેતી પરણીતાએ તેના પતિ અને સાસુ સામે કરિયાવર ઓછો લાવી છો તેમ કહીને શારીરિક માનસિક ત્રાસ અને મારકૂટ કરતાં હોવાની મોરબી જિલ્લા મહિલા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મૂળ કચ્છના રાપરના રહેવાસી અને હાલમાં હળવદ તાલુકાના સુસવાવ ગામે રહેતા દીનાબા વિરેન્દ્રસિંહ જાડેજા (૩૨) એ તેના પતિ વિરેન્દ્રસિંહ મંગુભા જાડેજા અને સાસુ પ્રવિણાબા મંગુભા જાડેજા રહે. બંને રાપર વાળાની સામે મોરબી જિલ્લા મહિલા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે, તેઓને નાની નાની બાબતોમાં તથા રસોઈ કામ બાબતે અને કરિયાવર ઓછો લાવી છો તેમ કહીને મેણાંટોણા મારીને શારીરિક માનસિક ત્રાસ આપતા હતા અને મારકૂટ કરતા હતા જેથી કરીને હાલમાં પરણીતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે મહિલાના પતિ અને તેની સાસુ સામે ગુનો નોંધી બંનેને પકડવા માટે થઈને તજવીજ શરૂ કરેલ છે આ બનાવની આગળની વધુ તપાસ મોરબી મહિલા પોલીસ સ્ટેશનના પીઆઇ પી.એચ. લગધિરકા ચલાવી રહ્યા છે

એક બોટલ

મોરબીના જેલ ચોક પાસેથી પસાર થતી રીક્ષા નંબર જીજે ૩૬ યુ ૨૮૩૨ ને રોકીને તેમાં બેઠેલા ત્રણ શખ્સોને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હોય પોલીસે ૧૫૦૦ રૂપિયાની કિંમતની દારૂની બોટલ તથા એક લાખ રૂપિયાની કિંમતની રીક્ષા આમ કુલ મળીને ૧,૦૧,૫૦૦ ની કિંમતના મુદ્દા માલ સાથે એજાજભાઈ રહેમાનભાઈ ચૌહાણ જાતે સિપાહી જાતે મુસ્લિમ (૨૮) રહે પંચાસર રોડ જનક નગર સોસાયટી મોરબીતોહીદભાઈ અજીતભાઈ ચૌહાણ જાતે સિપાઈ જાતે મુસ્લિમ (૧૯) રહે જહોસનગર શેરી નં-૮ મોરબી અને ઇમરાન સલીમભાઈ કટિયા જાતે મિયાણા મુસ્લિમ (૨૫) રહે લાતી પ્લોટ શેરી નંબર ૧૧ મોરબી વાળાની પોલીસે ધરપકડ કરે છે અને તેની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે આ શખ્સો પાસેથી મળી આવેલ મોંઘી દાટ દારૂની બોટલ તે કોની પાસેથી લાવ્યા હતા તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે






Latest News