મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં મેયર સારો કે મારો તે પ્રશ્નાર્થ: મોરબી મહાપાલિકાના પ્રથમ મેયર માટે ચાલતી ખેંચતાણમાં છેલ્લી ઘડીએ પેનલના નામ ઉપર નીચે કરાતા હોબાળો રાજકોટની જેલમાંથી પેરોલ ઉપર મુક્ત થયેલ કેદી નાસી જતા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો મોરબીમાં સર્કિટ હાઉસ નજીક દેશી દારૂના હાટડા ઉપર સ્થાનિક લોકોની જનતા રેડ, પોલીસની કામગીરી સામે સવાલ વાંકાનેરમાં ચંદ્રપુર ગામે રહેણાક મકાનમાંથી 54 બોટલ દારૂ સાથે આરોપી ઝડપાયો, એકની શોધખોળ મોરબીના જેતપર ગામ નજીક જુગારની રેડ પડતા જુગારીઓમાં નાશ ભાગ: 9 પકડાયા, 4 ફરાર: 1.20 લાખનો મુદ્દામાલ કબજે રે કળયુગ: મોરબીમાં લાઈટ બિલ ભરવાનું કહેતા પિતાને પુત્ર અને પુત્રવધુ સહિત ત્રણ વ્યક્તિઓએ માર માર્યો હળવદના જુના ઇસનપુર ગામે જમીનના ભાગનું મનદુખ રાખીને યુવાન ઉપર ત્રણ શખ્સોએ કર્યો હુમલો
Breaking news
Morbi Today

મોરબીની જેલમાંથી વચગાળાના જામીન મેળવીને ફરાર થયેલા આરોપીને પકડીને જેલ હવાલે કરાયો


SHARE











મોરબીની જેલમાંથી વચગાળાના જામીન મેળવીને ફરાર થયેલા આરોપીને પકડીને જેલ હવાલે કરાયો

મોરબીની જેલમાં રાખવામાં આવેલ હત્યાના ગુનાના કાચા કામના કેદીના વચગાળાના જામીન મંજૂર થયા હતા અને જામીન મેળવીને ફરાર થયો હતો જેની શોધખોળ કરવામાં આવી રહી હતી ત્યારે તે ફરાર કેદીની મોરબીના ગાંધીચોક પાસેથી પકડીને જેલ હવાલે કરવામાં આવેલ છે

મોરબી એલસીબી અને પેરોલ ફર્લો સ્કવોડ ટીમ ફરાર આરોપીઓ તેમજ જાપ્તામાંથી ફરાર થયેલા આરોપીઓને પકડવા માટે તજવીજ કરી રહી છે ત્યારે મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્ગાઉ થયેલ હત્યાના ગુનામાં પકડાયેલા આરોપીના હાઈકોર્ટમાંથી ૧૪ દિવસના ટેમ્પરરી જામીન મંજૂર કરવામાં આવ્યા હતા જેથી તે આરોપી જેલ મુક્ત થયેલ હતો અને કાચા કામના આ કેદીની રજા પૂરી થવા છતાં તે મોરબી સબ જેલમાં હાજર થયો ન હતો જેથી વચગાળાના જામીન લઈને ફરાર થઇ ગયેલ કાચા કામના કેદી હરેશભાઈ ઉર્ફે ઉગો દેવસી ચારોલીયા રહે. કંડલા બાયપાસ રોડ દલવાડી સર્કલ મોરબી વાળાને પકડવા માટે તજવીજ ચાલી રહી હતી તેવામાં તે મોરબીના ગાંધી ચોક પાસેથી મળી આવતા તેને પકડીને મોરબીની સબ જેલ હવાલે કરેલ છે

બાઇક ચોરી

મોરબી તાલુકાના ધુળકોટ ગામે રહેતા હીરાલાલ ડાયાલાલ સાપરિયા જાતે કડિયા (૬૦)એ અજાણ્યા શખ્સની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, ધુળકોટ અને ખાનપર જવાના રસ્તા ઉપર આવેલ ખારીની સીમમાં આવેલા ખેતરની અંદર જવાના માર્ગે તેણે પોતાનું બાઈક નંબર જીજે ૧૦ બીસીએ ૭૨૩૮ પાર્ક કરીને મૂક્યું હતું જે ૧૦ હજાર રૂપિયાની કિંમતનું બાઈક કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલા વૃદ્ધ દ્વારા હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના એએસઆઇ એફ.આઇ. સુમરા ચલાવી રહ્યા છે






Latest News