ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

જો મન, અન્ન, તન અને ધન શુદ્ધ હશે તો આપો આપ દરેક વ્યક્તિનું જીવન ખુશહાલ બની જશે: બી.કે. શિવાની દીદી


SHARE







જો મન, અન્ન, તન અને ધન શુદ્ધ હશે તો આપો આપ દરેક વ્યક્તિનું જીવન ખુશહાલ બની જશે: બી.કે. શિવાની દીદી

વર્તમાન સમયમાં લોકો સતત કામ, ટેન્શનની વચ્ચે રહેતા હોય છે ત્યારે મનમાં એક અજંપા ભરી સ્થિતિ દરેકને રહેતી હોય છે જો કે, આવા સમયમાં પણ મન શાંત બને અને જીવન ખુશહાલ બને તેના માટે મોરબી તાલુકાનાં રાજપર રોડે આવેલા ફેશન સિરામિક ખાતે આંતરરાષ્ટ્રીય રાજયોગ શિક્ષિકા બી.કે. શિવાની દીદીનું વક્તવ્ય રાખવામા આવ્યું હતું જેમાં આયોજકોએ કરેલી વ્યવસ્થા પણ ટૂકી પડી તેટલી વિશાળ સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને આ તકે બી.કે. શિવાની દીદીએ લોકોએ ટૂંકમાં પણ ચોટદાર મેસેજ આપતા કહ્યું હતું કે, જો મન, અન્ન, તન અને ધન શુદ્ધ હશે તો આપો આપ દરેક વ્યક્તિનું જીવન ખુશહાલ બની જશે

છેલ્લા દિવસથી વરસાદ હતો જેથી કરીને આંતરરાષ્ટ્રીય રાજયોગ શિક્ષિકા બી.કે. શિવાની દીદીનું વક્તવ્ય રાજપર ગામે આવેલ પટેલ સમાજ વાડીમાં રાખવામા આવ્યું હતું તે કાર્યક્રમના સ્થળને બદલાવીને આ કાર્યક્રમ શનાળાથી રાજપર ગામ વચ્ચે રાજપર રોડ પર આવેલા ફેશન સિરામીક ખાતે રાખવામા આવ્યો હતો અને તેમાં ન માત્ર મોરબી પરંતુ બહારથી પણ મોટી સંખ્યામાં લોકોએ આવ્યા હતા જેથી કરીને આયોજકોએ આંતરરાષ્ટ્રીય રાજયોગ શિક્ષિકા બી.કે. શિવાની દીદીનું વક્તવ્ય સાંભળવા માટે આવનારા લોકો માટે જે બેઠક વ્યવસ્થા સહિતનું આયોજન કર્યું હતું તે ટુકું પડ્યું હતું એટલી વિશાળ સંખ્યામાં લોકો બી.કે. શિવાની દીદીને સાંભળવા માટે આવ્યા હતા

આ તકે આંતરરાષ્ટ્રીય વક્તા બી.કે. શિવાની દીદીએ શાંત મનખુશહાલ જીવન વિષય ઉપર પોતાનું વક્તવ્ય આપ્યું હતું ત્યારે કહ્યું હતું કે, કોઈપણ ક્ષમ આપવાની અને કોઇની પણ ક્ષમા માંગી લેવી તે જીવનમાં જરૂરી છે ખાસ કરીને ભગવાને આપણી અંદર જ સર્વ શક્તિ આપેલ છે તો પણ લોકો બીજા ઉપર આશા રાખીને બેઠા હોય છે ત્યારે દરેક વ્યક્તિએ હું પવિત્ર આત્મા છું, હું શાંત સ્વરૂપ આત્મા છું, હું શક્તિશાળી આત્મા છું, હું પ્રેમ સ્વરૂપ આત્મા છું, હું સુખ સ્વરૂપ આત્મા છું અને હું સતોગુણ આત્મા છું આ રોજ બોલવું જોઈએ તેનાથી જીવનમાં ખૂબ જ પરીવર્તન આવશે અને અંતમાં તેઓએ કહ્યું હતું કે, જો મન, અન્ન, તન અને ધન શુદ્ધ હશે તો આપો આપ દરેક વ્યક્તિનું જીવન ખુશહાલ બની જશે






Latest News