મોરબી નાગરિક સહકારી બેંકનું મંત્રી-સાંસદની હાજરીમાં રીનોવેશન કામ શરૂ કરાયું મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના હિતમાં મેયરને કરવામાં આવી રજૂઆત મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા વિર સાવરકર વિશે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષકને સસ્પેન્ડ કરવાના વિરોધમાં કલેકટરને આવેદન અપાયું મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં મચ્છુની કેનાલમાં પડી ગયેલા બાળકની ડેડબોડી ૧૪ કલાકે ૧૦ કિલો મીટર દૂરથી મળી


SHARE







મોરબીમાં મચ્છુની કેનાલમાં પડી ગયેલા બાળકની ડેડબોડી ૧૪ કલાકે ૧૦ કિલો મીટર દૂરથી મળી

મોરબીના શનાળા રોડ પાસે આવેલ અવની ચોકડી નજીક મચ્છુની કેનાલમાં એક બાળક પડી ગયું હતું જેથી કરીને તેની ફાયરની ટીમને જાણ કરવામાં આવતા ફાયરની ટિમ સ્થળ ઉપર પહોચી ગયેલ હતી અને બાળકને શોધવા માટે કવાયત શરૂ કરવામાં આવી હતી અને કેનાલમાં પડી ગયેલા બાળકની બોડી કેનાલમાંથી ૧૪ કલાકે મળી હતી અને કેનાલમાં પાણી ચળું હોવાથી જે જગ્યાએ બાળક પાણીમાં ડૂબ્યો હતો ત્યાંથી ૧૦ કિલો મીટર દૂરથી તેની બોડી મળી હોવનું અધિકારી પાસેથી જાણવા મળેલ છે

મોરબીમાં ગુરુવારે બપોરે સાડા બારેક વાગ્યાના અરસામાં શનાળા રોડ પાસે આવેલ અવની ચોકડી પાસે આવેલ આશીર્વાદ એપાર્ટમેંટમાં ચોકીદાર તરીકે કામ કરતાં મૂળ નેપાળના રહેવાસી વિરેન્દ્ર સુનારાનો દીકરો આયુષ વિરેન્દ્ર સુનારા (૩) ત્યાંથી પસાર થતી મચ્છુની કેનાલમાં પડી ગયો હતો જેથી કરીને બનાવની મોરબી ફાયર વિભાગની  ટીમને જાણ કરવામાં આવતા ફાયરની ટિમ ત્યાં પહોચી ગઈ હતી અને બાળકને શોધવા માટે કવાયત શરૂ કરી હતી જો કે, કેનાલમાં પાણીનો પ્રવાહ ચાલુ હોવાથી બાળકનો કેનલમાંથી કોઈ પત્તો લાગેલ ન હતો જેથી કરીને કેનાલમાં સિંચાઇ માટે પાણી છોડવામાં આવ્યું હતું તે બંધ કરાવવામાં આવ્યું હતું અને બાળકને શોધવા માટેની કવાયત ચાલુ હતી તેવામાં રાતના બે વાગ્યાના અરસામાં વાવડી ગામથી આગળ સાત કિલો મીટર દૂર એટ્લે કે ઘટના સ્થળથી અંદાજે ૧૦ કિલો મીટર દૂર કેનાલમાંથી બાળકની બોડી મળી આવી હતી અને બાળક કેનાલમાં પડી ગયો ત્યાર બાદ ૧૪ કલાક પછી તેની બોડી મળી હતી જેથી કરીને બોડીને પીએમ માટે લઈને સિવિલે આવ્યા હતા અને આ બનાવની એ ડિવિઝન પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે






Latest News