વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં બાગાયતી ખેડૂતોને મંડપ પધ્ધતિથી શાકભાજીની ખેતી માટે સહાય અપાશે


SHARE







મોરબી જીલ્લામાં બાગાયતી ખેડૂતોને મંડપ પધ્ધતિથી શાકભાજીની ખેતી માટે સહાય અપાશે


મોરબી જિલ્લાના બાગાયતી ખેતી કરતા ખેડૂતોને ટ્રેલીઝ/ મંડપ પધ્ધતિથી શાકભાજીની ખેતી માટે સરકારશ્રીના બાગાયત ખાતા દ્વ્રારા નિયમોનુસાર વેલાવાળા શાકભાજી જેવા કે ટામેટા, ૫રવળ, દૂધી, કારેલા, ગલકા, તુરીયા, કંકોડા, ટીંડોળા, મરચા વગેરે પાકોને ટેકો આ૫વા પાકા સિમેન્ટના અને લોખંડના ટેકા ઊભા કરી ગેલ્વેનાઈઝ વાયર/પ્લાસ્ટીક વાયરનો ઉપયોગ કરી  પાકા સ્ટ્રકચર બનાવે તો પ્રતિ હેક્ટર અંદાજીત ૧,૬૦,૦૦૦/- ખર્ચના ૫૦ % અથવા મહત્તમ રૂ. ૮૦,૦૦૦/- બે માંથી જે ઓછુ હોય તે તથા બોર્ડર ઉપર સીમેન્ટ/લોખંડના ટેકા તથા વચ્ચે લાકડા/વાંસના ટેકા ઊભા કરી ગેલ્વેનાઈઝ વાયર/પ્લાસ્ટીક વાયરનો ઉપયોગ કરી અર્ધ પાકા મંડપ બનાવે તો પ્રતિ હેક્ટર અંદાજીત ૮૦,૦૦૦/- ખર્ચના ૫૦ % અથવા મહત્તમ રૂ. ૪૦,૦૦૦/- બે માંથી જે ઓછુ હોય તે અને લાકડા/વાંસના ટેકા ઊભા કરી ગેલ્વેનાઈઝ વાયર/પ્લાસ્ટીક વાયરનો ઉપયોગ કરી કાચા મંડપ માટે પ્રતિ હેક્ટર ૫૨,૦૦૦/- ખર્ચના ૫૦ % અથવા મહત્તમ રૂ. ૨૬,૦૦૦/- બે માંથી જે ઓછુ હોય તે સહાય આપી શકાશે.

આ માટે જિલ્લાના બાગાયતી ખેડૂતોએ તા.૩૦/૦૯ સુધીમાં https://ikhedut.gujarat.gov.in ઉપર બાગાયતી યોજનાઓનાં ક્રમ નંબર:- ૨,,૩૩ ઉપર અરજી કરી, અરજીની પ્રિન્ટ નકલ સાથે સાધનીક કાગળ જેવા કે નવા ૭-૧૨, ૮-અ, આધારકાર્ડ નકલ, બેંક પાસબુક નકલ અને રદ કરેલ ચેક, બાગાયત વાવેતર અંગેનો તલાટી મંત્રીનો દાખલો વગેરે સાથે રૂબરૂ કે ટપાલથી નાયબ બાગાયત નિયામકની કચેરી, ૨૨૬-૨૨૭-તાલુકા સેવા સદન, લાલબાગ પર સમય મર્યાદામાં રજૂ કરવા તેમજ વધુ વિગતો માટે ફોન નં:-૦૨૮૨૨-૨૪૧૨૪૦ ઉપર સંપર્ક કરવા નાયબ બાગાયત નિયામકની યાદીમાં જણાવેલ છે.




Latest News