વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

મોરબીના નવલખી રોડ ઉપર રહેતો યુવાન દોઢ માસથી ગુમ


SHARE







મોરબીના નવલખી રોડ ઉપર રહેતો યુવાન દોઢ માસથી ગુમ

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ લાયન્સનગર વિસ્તારમાં ડિલક્સ પાન વાળી શેરીમાં રહેતો યુવાન ગુમ થઈ જતાં તેના મોટા ભાઈએ ફરિયાદ નોંધાવતા પોલીસે યુવાનની શોધખોળ હાથ ધરી છે.

જાણવા મળતી વિગત મુજબ મોરબીના બી ડિવિઝન પોલીસ મથકની હદમાં આવતા નવલખી રોડ ઉપરના લાયન્સનગરમાં ડિલક્સ પાન વાળી શેરીમાં રહેતા રાજેશભાઈ દેવજીભાઈ પરમાર નામના ૩૫ વર્ષીય યુવાને પોલીસમાં જાહેર કર્યું હતું કે તેનો નાનો ભાઈ વિનોદ દેવજીભાઇ પરમાર (ઉમર ૨૮) ઘુની સ્વભાવનો હોય અને ગત તા.૧૦-૯ ના સવારે સાતેક વાગ્યે ઘરેથી કામે જવાનું કહીને નીકળ્યા બાદ મોડી સાંજ સુધી ઘરે પરત આવ્યો ન હતો અને ઘરમેળે શોધખોળ કરવા છતાં પણ તેનો પત્તો ન લાગતાં વિનોદ દેવજીભાઇ પરમાર ગુમ થયો હોવાની જાહેરાત કરી હતી જેથી હાલ ગુમસુધા નોંધ કરીને બીટ જમાદાર વી.ડી.મેતાએ ગુમ થયેલા વિનોદ પરમારની શોધખોળ હાથ ધરી છે.

વાહન અકસ્માતમાં બેને ઈજા

મોરબીના ઘૂંટુ ગામે રહેતો બાબુ મનજી વિઠલાપરા જાતે વાણંદ (૪૭) અને લાલાભાઇ ઝાલાભાઇ ઝારડા જાતે ભરવાડ (૩૫) નામના બે યુવાનો એકટીવા લઈને રાતાવિરડા ગામ પાસે આવેલા વરમોરા સીરામીકે નોકરીએ જવા માટે નીકળ્યા હતા ત્યારે રસ્તામાં વાંકાનેર હાઇવે ઉપર નવા-જુના જાંબુડીયાની વચ્ચે ઓવર બ્રીજ પાસે તેમના એક્ટિવને એસટી ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત થયેલા બાબુભાઈ વિઠલાપરા અને લાલાભાઇ ઝાપડાને મોરબીની સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઇ જવાયા હતા.જ્યારે મોરબીના વાવડી રોડ ઉપરથી માથાના ભાગે ઈજાગ્રસ્ત થયેલ હાલતમાં અજાણી સ્ત્રીને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડવામાં આવી હોય બનાવ અંગે નોંધ કરીને એ ડીવીઝન પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.




Latest News