મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો: 1.53 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી
Breaking news
Morbi Today

મોરબીના ટિંબડી ગામના પાટિયા પાસે ટ્રક ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત


SHARE











મોરબીના ટિંબડી ગામના પાટિયા પાસે ટ્રક ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત

મોરબી માળીયા હાઇવે ઉપર આવેલ ટિંબડી ગામના પાટિયા પાસે ટ્રક ચાલકે બાઇકને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બનેલ હતો જેથીમાં ટ્રક નીચે ચગડાઈ જવાથી યુવાનનું મોત થયું હતું જેથી આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરીને આગળની ટ્રક ચાલક સામે ગુનો નોંધીને મૃતક યુવાનના પરિવારજનોને શોધવા માટેની કવાયત શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી માળીયા હાઇવે ઉપર આવેલ ટિંબડી ગામના પાટિયા પાસે આવેલ સતનામ કાંટા પાસે અકસ્માતનો બનાવ બનેલ હતો ત્યારે ટ્રક નંબર જીજે ૨૧ ડબલ્યુ ૭૭૧૧ ના ચાલકે બાઇક નંબર જીજે ૩૬ એજી ૮૫૬૨ ને હડફેટે લીધું હતું ત્યારે બાઇક લઈને જ રહેલ યુવાન ટ્રકના વ્હીલ નીચે ચગડાઈ ગયો હતો જેથી તે યુવાનનું મોત નીપજ્યું હતું. જેથી કરીને અકસ્માત બાદ ત્યાં ટ્રાફિક જામ થતાં આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે સ્થળ ઉપર પહોચી હતી અને ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો અને ત્યાર બાદ મૃતક યુવાનની ઓળખ મેળવવા માટેની તજવીજ શરૂ કરી છે અને ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધવા માટેની કાર્યવાહી કરવામાં આવી છે

ઝેરી દવા પીધી
મોરબીના ભડીયાદ રોડ ઉપર જંગલેશ્વર મંદિર પાસે રહેતા દક્ષાબેન જયદીપભાઇ ડાભી (૨૫) નામના મહિલાએ પોતાના ઘરે હતા ત્યારે ઝેરી દવા પી ગયા હતા જેથી કરીને તેને ઝેરી અસર થતાં દક્ષાબેન ડાભીને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે આ બનાવની વધુ તપાસ વાલભા ચાવડા ચલાવી રહ્યા છે

માર માર્યો

મોરબીના સોઑરડી વિસ્તારમાં રહેતા ખુશાલ અમૃતભાઈ સાગઠીયા (૨૨)ને ઘરે થયેલ મારામારીના બનાવમાં ઇજા થઈ હતી જેથી કરીને ઇજાગ્રસ્ત હાલતમાં ખુશાલ સાગઠીયાને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે આ બનાવની વધુ તપાસ વી.કે. ચાવડા ચલાવી રહ્યા છે






Latest News