મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીમાં જુના બસ સ્ટેશનના પાર્કિંગમાંથી બાઈકની ઉઠાંતરી કરનાર રીઢો ગુનેગાર પકડાયો


SHARE







મોરબીમાં જુના બસ સ્ટેશનના પાર્કિંગમાંથી બાઈકની ઉઠાંતરી કરનાર રીઢો ગુનેગાર પકડાયો

મોરબીની કંસારા શેરીમાં રહેતા યુવાને મોરબીના જુના બસ સ્ટેશનમાં આવેલ વાહન પાર્કિંગમાં પોતાનું બાઈક પાક કરીને મૂક્યું હતું જે બાઈકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલ યુવાન દ્વારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બાઈક ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવતા જેમા પોલીસે રાજકોટના રીઢા ચોરને પકડી પાડેલ છે.

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીની કંસારા શેરીમાં રહેતા સિદ્ધાર્થભાઈ રાકેશભાઈ મહેતા જાતે વાણીયા (૨૮) એ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે થોડા દિવસો પહેલા બાઈક ચોરીની ફરિયાદ નોંધાવી હતી જેમાં તેઓઅ જણાવ્યુ છે કે, મોરબીના જુના બસ સ્ટેશનમાં આવેલ વાહન પાર્કિંગમાં તેમણે પોતાનું બાઈક નંબર જીજે ૩ એફએન ૯૭૯૩ પાર્ક કરીને મૂક્યું હતું જે બાઈકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવી છે જેથી કરીને ૨૦,૦૦૦ ની કિંમતના બાઈકની ચોરી થઈ હોવા અંગેની ફરિયાદ નોંધાયેલ હતી.જેના આધારે હાલમાં એ ડિવિઝન પોલીસ મથકના અશ્વિનભાઈ ઝાપડિયા દ્વારા તપાસ કરીને ચોરીના ગુનામાં સંડોવાયેલા રીઢા ગુનેગાર વિમલ ઉર્ફે ભાયો સતિષભાઈ અગ્રાવત જાતે બાવાજી (ઉમર ૨૦) રહે.નાણાવટી ચોક આરએમસી આવાસ બ્લોક નંબર 2 રાજકોટ વાળા ની ચોરીના ગુનામાં ધરપકડ કરવામાં આવેલ છે અને વધુમાં પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે પકડાયેલ વિમલ અગ્રાવત અગાઉ લોધિકા ગાંધીધામ રાજકોટ સહિતના વિસ્તારોમાં મોબાઈલ અને બાઈક ચોરીના ગુણવામાં પકડાઈ ચૂક્યો હોય રિધો ગુનેગાર છે.

મારામારીમાં ઈજા થતાં રાજકોટ ખસેડાયો

રાજકોટ ખાતેથી મળતી માહિતી પ્રમાણે મોરબીના જેતપર રોડ ઉપર બેલા ગામ નજીક આવેલ એલિયન્ટ સીરામીક પાસે ગત મોડી રાત્રિના દસેક વાગ્યાના અરસામાં મારામારીનો બનાવ બન્યો હતો.જેમાં ક્રિષ્નાભાઈ કમલેશ્વરભાઈ સોની નામના ૨૧ વર્ષના યુવાનને ઇજાઓ થતા તેને સારવાર માટે હાલ રાજકોટ લઈ જવાયો છે.જ્યાંથી મળતી માહિતી પ્રમાણે રાજકુમાર અને દિનેશે ઝઘડો કરીને ઢીકાપાટુનો માર માર્યા બાદ ક્રિષ્નાભાઈ સોનીનું માથું દીવાલ સાથે અથડાવ્યુ હોય માથાના ભાગે થયેલ ઇજાના લીધે હાલ તેને સારવાર માટે રાજકોટ ખસેડાયો છે.






Latest News