ખાનગી કંપનીના વિજપોલ અને વાયરના વળતર બાબતે સમગ્ર ગુજરાતના ખેડૂતોને ફાયદો થાય તેવો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે: મંત્રી કાંતિભાઈ અમૃતિયા ખેડૂતોની માંગ પૂરી કરો, હવે ખેડૂતો પૂરા થવાની તૈયારીમાં છે: મોરબીના જેતપર ગામે યોજાયેલ ડાયરાના મંચ ઉપરથી હકાભા ગઢવીની સરકારને વિનંતી મોરબીના બંધુનગર નજીક ચક્કર આવતા નાલામાં પડી ગયેલ યુવાનનું મોત મોરબીના ખાખરાળા ગામ પાસે ટ્રક ટ્રેલરની સાથે ટ્રક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં પગ કપાઈ જવાથી યુવાનનું મોત અપમૃત્યુના 3 બનાવ: ટિંબડી નજીક યુવાને ફાંસો ખાઈને કર્યો આપઘાત, શોભેશ્વર રોડે શોર્ટ લગતા યુવાનનું મોત, ટંકારાને મિતાણા નજીક કૂવામાં પડી જવાથી યુવાનનું મોત મોરબીમાં સગા ભત્રીજા ઉપર ફાયરિંગ કરીને ઢીમ ઢાળી દેનારા કાકા સહિત 4 આરોપીની ગણતરીની કલાકોમાં ધરપકડ મોરબીમાં એ ડિવિઝન સામે આવેલ કબીર ટેકરી પાસે મફતીયપરામાં ઘરમાંથી દારૂની 335 બોટલો ઝડપાઇ: બે આરોપીની શોધખોળ મોરબીના ચકચારી સ્પામાં હનીટ્રેપ કેસમાં મુખ્ય મહિલા સહિત બે ની ધરપકડ, પોલીસ તરીકે વાત કરી ધમકી આપનારની શોધખોળ શરૂ
Breaking news
Morbi Today

મોરબી-જુનાગઢના યુવાનોની સાથે ૮.૯૦ લાખની છેતરપિંડી કરનાર ઝપાયો, ત્રણ દિવસના રીમાંડ મંજુર


SHARE











મોરબી-જુનાગઢના યુવાનોની સાથે ૮.૯૦ લાખની છેતરપિંડી કરનાર ઝપાયો, ત્રણ દિવસના રીમાંડ મંજુર

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ શક્તિ ટાઉનશિપ સામે રહેતા યુવાન તેમજ જૂનાગઢના એક વ્યક્તિને સેકન્ડ હેન્ડ કાર આપવાનું કહીને વિશ્વાસઘાત કરવામાં આવેલ અને આંગડિયા મારફત રૂા.૮.૯૦ લાખ મંગાવી લઈને બાદમાં ગાડી ન આપીને છેતરપિંડી કરવામાં આવેલ.જેથી મહેસાણા જિલ્લાના વિસનગરના એક શખ્સની સામે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાતા પોલીસે આઈપીસી કલમ ૪૦૬, ૪૨૦ મુજબ ગુનો નોંધ્યો હતો જેમાં આરોપીને પકડીને કોર્ટમાં રજુ કરતા કોર્ટે ત્રણ દિવસના રીમાંડ મંજુર કરતા પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

આ બાબતે વધુમાં જાણવા મળતી માહિતી મુજબ મોરબી નજીકના રવાપર ગામે આવેલ શક્તિ ટાઉનશીપ સામે અમુલ-બી ફ્લેટ નં૬૦૨ માં રહેતા અને કાર લે વેચનું કામ કરતા હિરેનભાઈ શાંતિલાલ ચૌહાણ જાતે કડિયા (ઉમર ૪૭) એ થોડા દિવસ પહેલા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પિયુષભાઈ મહેશભાઈ પટેલ રહે. મારૂતિનંદન બંગલો ગાયત્રી બંગલો સામે વિસનગર જીલ્લો મહેસાણા વાળાની સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.જેમાં હિરેનભાઇએ પોલીસને જણાવ્યુ હતુ કે, આરોપી પિયુષ પટેલએ ફરિયાદીને બલેનો કાર આપવાનું કહીને રૂા.૩.૯૫ લાખ પીએમ આંગડિયા મારફતે મંગાવ્યા હતા અને ત્યારબાદ તેને કાર ન આપીને વિશ્વાસઘાત કર્યો હતો.આ રીતે જ જૂનાગઢના રહેવાસી દિવ્યાંગભાઈ વિનોદભાઈ ચુડાસમાને મારૂતિ સ્વિફ્ટ કાર આપવાનું કહીને તેમની પાસેથી પણ રૂા.૪.૯૫ લાખ પીએમ આંગડિયામાં મંગાવ્યા હતા.આમ કુલ મળીને બે વ્યક્તિ પાસેથી કુલ રૂા.૮.૯૦ લાખ મંગાવ્યા બાદ કાર આપેલ નહીં અને વિશ્વાસઘાત કર્યો હતો.

જેથી ભોગ બનેલા પૈકીના હિરેનભાઇ ચૌહાણે નોંધાવેલ ફરીયાદ આધારે સીટી પીઆઇ હકુમતસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ મહીલા પીએસઆઇ સી.એમ.કરકર તેમજ રાઇટર પ્રભાતભાઇ ચાવડાએ ઉપરોક્ત છેતરપિંડીના ગુનામાં પિયુષ મહેશભાઇ પટેલ (ઉમર ૩૮) રહે.મારૂતિનંદન બંગલો ગાયત્રી બંગલો સામે વિસનગર જી.મહેસાણા વાળાની ધરપકડ કરી હતી અને તેને કોર્ટમાં રજૂ કરી રીમાંડની માંગણી કરતા કોર્ટે તારીખ ૮ સુધી એટલે કે ત્રણ દિવસ માટે રિમાંડ ઉપર લેવાનો હુકમ કરતા હાલ પિયુષ પટેલને રિમાંડ હેઠળ રાખવામાં આવ્યો હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.
 
યુવતી સારવારમાં
મોરબીના વાવડી રોડ ઉપર આવેલ દરગાહ પાસે રહેતા આશિયાબેન કાદરભાઈ શેખ (૨૦) નામની યુવતીએ કોઈ કારણસર પોતે પોતાના ઘરે હતી ત્યારે ત્યાં ગળાફાંસો ખાવાનો પ્રયાસ કર્યો હતો જેથી તાત્કાલિક સારવાર માટે તેને મોરબીના સનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરી હતી અને વધુ તપાસ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના હરેશભાઈ ચાવડા દ્વારા કરવામાં આવી હતી તેવું પોલીસ પાસેથી જાણવા મળેલ છે.

ફિનાઇલ પીધું
મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ સોઓરડીમાં રહેતા મનિષાબેન દેવજીભાઈ સોલંકી (૨૫) નામની મહિલાએ કોઈ કારણોસર પોતે પોતાની જાતે ફિનાઇલ પી લેતા તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં સારવાર આપીને હોસ્પિટલ મારફતે મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને બનાવની વધુ તપાસ વી.કે. ચાવડા ચલાવી રહ્યા છે.





Latest News