મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

વાંકાનેરમાં અકસ્માત સર્જનાર રિક્ષામાંથી દારૂ મળ્યો !: ઇજાગ્રસ્ત મહિલા સારવારમાં


SHARE











વાંકાનેરમાં અકસ્માત સર્જનાર રિક્ષામાંથી દારૂ મળ્યો !: ઇજાગ્રસ્ત મહિલા સારવારમાં

વાંકાનેર હાઇવે ઉપર આવેલ નર્સરી ચોકડી પાસેથી બારદાન ભરેલ છકડો રીક્ષા પસાર થઈ રહી હતી ત્યારે રિક્ષાના ચાલકે એક મહિલાને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને ઇજા પામેલ મહિલાને ૧૦૮ મારફતે સારવાર માટે ખસેડવામાં આવી હતી દરમ્યાન રિક્ષામાંથી દેશી દારૂનો જથ્થો બાચકું રસ્તા ઉપર નીચે પડતા આ અંગેની વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા વાંકાનેર પોલીસની ટીમ ઘટના સાથે પહોંચી હતી અને ત્યારબાદ સ્થળ ઉપરથી દોઢસો લીટર દેશી દારૂ તથા છકડો રીક્ષા આમ કુલ મળીને ૩૩ હજાર રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને અજાણ્યા શખ્સની સામે પોલીસે ગુનો નોંધીને તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં દારૂના બંધાણીઓ સુધી દારૂ પહોંચાડવા માટે યેનકેન પ્રકારે દારૂની હેરાફેરી થતી હોય છે તેવી જ રીતે વાંકાનેરમાં બારદાન ભરેલ છકડો રિક્ષામાં દારૂની હેરાફેરી કરવામાં આવતી હોવાનું સામે આવ્યું છે મળતી માહિતી મુજબ વાંકાનેરની નર્સરી ચોકડી પાસે સર્વિસ રોડના ડિવાઈડર પાસે એક મહિલા ઉભી હતી ત્યારે તેને ત્યાંથી પસાર થઈ રહેલા નંબર પ્લેટ વગરના છકડો રીક્ષાના ચાલાકી હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને જેમાં મહિલાને ગંભીર ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવી હતી જોકે, અકસ્માત સર્જનાર રીક્ષા ચાલકની રિક્ષામાંથી દેશી દારૂનો જથ્થો ભરેલ બાચકું રસ્તા ઉપર નીચે પડ્યું હતું જેથી કરીને આ અંગેની વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને સ્થળ ઉપરથી નંબર પ્લેટ વગરનો છકડો રિક્ષા જેની કિંમત ૩૦ હજાર તેમજ ૩૦૦૦ નો ૧૫૦ લીટર દેશી દારૂ આમ ફુલ મળીને ૩૩ હજાર રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો જોકે દારૂ ભરેલ રીક્ષા લઈને નીકળેલ રીક્ષા ચાલક અકસ્માત થયા બાદ પોતાનું વાહન સ્થળ ઉપર છોડીને નાસી ગયો હોય પોલીસે નંબર પ્લેટ વગરનો છકડો લઈને નીકળેલ અજાણ્યા શખ્સની સામે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News