મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી મોરબીની મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન યોજાયું ટંકારાના જોધપર ઝાલા ગામે શોર્ટ લાગતા વૃદ્ધ અને ટીકર ગામે શોર્ટ લાગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

હળવદમાં સગીરને કામે રાખનારા વેપારી સામે ગુનો નોંધાયો


SHARE







હળવદમાં સગીરને કામે રાખનારા વેપારી સામે ગુનો નોંધાયો

હળવદની સરા ચોકડી પાસે આવેલ કિશન દાબેલી ફૂડ ખાતે સગીર બાળકને કામે રાખેલ હતો જેથી કરીને આ બાબતે શ્રમ અધિકારી દ્વારા વેપારી સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના શ્રમ અધિકારી ડો. ડી.આર. કાનાણી દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજયભાઈ ત્રિભોવનભાઈ ખોખર (૩૫) રહે. હળવદ વાળાની સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, હળવદની સરા ચોકડી પાસે આરોપીની કિશન દાબેલી ફૂડ નામની દુકાન આવેલ છે ત્યાં સગીર બાળકને તેણે હેલ્પર તરીકે કામે રાખેલ હોય જેથી કરીને દુકાનદાર સામે હાલમાં અધિકારીએ નોંધાવેલ ફરિયાદ આધારે ગુનો નોંધીને પોલીસે વેપારીને પકડીને આગળની કાર્યવાહી કરેલ છે






Latest News