મોરબીમાં પ્રેમ લગ્નની નારાજગી મુદ્દે બે પક્ષો દ્વારા સામ સામે મારામારી બાદ ફરિયાદો નોંધાઇ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન હદમાંથી બે સગીરાઓના અપરણના બનાવમાં એક સગીર સહિત બે વિરુદ્ધ કાર્યવાહી વાંકાનેરમાં છકડો રીક્ષામાં નિરણની આડમાં લઇ જવાતા ૨.૧૩ લાખના દારૂ સાથે એક પકડાયો સૌરાષ્ટ્રને અલગ રાજયનો દરજ્જો આપવા મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળની માંગ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ કાયદો-વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી મોરબી જિલ્લાના સફાઈ કામદારોને ‘ડૉ. આંબેડકર આવાસ યોજના’ હેઠળ ઘરઆંગણે પાકા મકાન માટે રૂ. ૧.૭૦ લાખની સહાયનો લાભ લેવા અનુરોધ જમીન અમારા ગામની નથી કોઈના બાપની: મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજ પોલના વળતર મામલે ખેડૂતો ના આજથી આમરણાંત ઉપવાસ શરૂ મોરબીના જેતપર ગામ નજીક અજાણ્યા છ જેટલા શખ્સોએ પેટ્રોલ છાંટીને હિટાચી મશીન સળગાવી દીધું: 14 લાખનું નુકસાન
Breaking news
Morbi Today

મોરબીમાં દારૂની જુદીજુદી ચાર રેડ: ૪૪ બોટલ દારૂ સાથે પાંચ શખ્સ પકડાયા, બેની શોધખોળ


SHARE











મોરબીમાં દારૂની જુદીજુદી ચાર રેડ: ૪૪ બોટલ દારૂ સાથે પાંચ શખ્સ પકડાયા, બેની શોધખોળ

મોરબીમાં નવા ડેલા રોડ, પંચાસર રોડ, પંચાસર ચોકડી નજીક અને છાત્રાલય રોડ ઉપર જુદી જુદી દારૂની ચાર રેડ કરવામાં આવી હતી જેમાં કુલ મળીને ૪૪ બોટલ દારૂ કબ્જે કરવામાં આવેલ છે અને હાલમાં પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી છે અને બે શખ્સના નામ સામે આવ્યા હોય તેને પકડવા માટે થઈને તજવીજ ચાલી રહી છે

મોરબીના પંચાસર રોડ ઉપર આવેલા ભારતપરામા રહેતા મુસ્તુફાભાઈ ઉર્ફે ઝેરીના ઘરમાં દારૂનો જથ્થો હોવાની હકીકત એ ડિવિઝન પોલીસને મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે ઘરમાંથી દારૂની જુદી જુદી બ્રાન્ડની કુલ મળીને ૩૫ બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે ૧૨૬૦૦ ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી મુસ્તુફાભાઈ ઉર્ફે ઝેરી ઓસમાણભાઈ સોલંકી જાતે ઘાંચી મુસ્લિમ (૨૩) રહે, પંચાસર રોડ ભારતપરા શેરી નંબર-૧ વાળાની ધરપકડ કરેલ છે અને તેની પ્રાથમિક પૂછપરછ દરમિયાન તેમની પાસેથી મળી આવેલ દારૂનો જથ્થો તે સલીમભાઈ હારુનભાઈ રાઉમા રહે. માધાપર શેરી નં-૧વાળા પાસેથી લાવ્યો હોવાનું સામે આવતા પોલીસે તેની સામે પણ ગુનો નોંધી તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબીના નવા ડેલા રોડ ઉપર રહેતા હિતેશ ઉર્ફે મોઢિયો ચંદ્રકાંતભાઈ ધોળકિયાના ઘરમાં દારૂનો જથ્થો હોવાની એ ડિવિઝન પોલીસની ટીમને બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે તેના ઘરમાંથી દારૂની કુલ મળીને ૨૧ બોટલમાં મળી આવી હતી જેથી કરીને પોલીસે ૮૧૦૦ ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી હિતેશ ઉર્ફે મોઢીયો ચંદ્રકાંતભાઈ ધોળકિયા જાતે ઘાંચી (૩૩) રહે. નવા રોડ અશોક પાનની બાજુમાં મોરબી વાળાની ધરપકડ કરેલ છે

મોરબીના કન્યા છાત્રાલય રોડ ઉપર આવેલ રાધે ક્રિષ્ના સ્કૂલના નાલા પાસેથી પસાર થયેલા શખ્સને રોકીને પોલીસ ચેક કરતા તેની પાસેથી દારૂની ચાર બોટલો મળી આવી હોય પોલીસે ૨૦૮૦ ની કિંમતની દારૂની ચાર બોટલો કબજે કરીને આરોપી નીતિનભાઈ પ્રાણજીવનભાઈ પાંચોટીયા જાતે પટેલ (૩૧) રહે. પંચાસર રોડ રાજનગર પાસે મારુતિનગર મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને તેની પ્રાથમિક પૂછપરછમાં આ દારૂની બોટલો તે સુરેશભાઈ ભુપતભાઈ રાઠોડ રહે. વેજીટેબલ રોડ ભાગ્યલક્ષ્મી સોસાયટી મોરબી વાળા પાસેથી લાવ્યો હોવાનું સામે આવતા તેની સામે પણ ગુનો નોંધી તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

આવી જ રીતે મોરબીના પંચાસર ચોકડીથી આગળના ભાગમાંથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી દારૂની ચાર બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે ૨૦૮૦ ની કિંમતની દારૂની ચાર બોટલો સાથે હિતેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ જાડેજા જાતે દરબાર (૩૭) રહે. વેજીટેબલ રોડ ભાગ્યલક્ષ્મી સોસાયટી મોરબી અને દિનેશભાઈ હરજીવનભાઈ ઝાલરીયા જાતે પટેલ (૪૨) રહે. મુનનગર ચોક ન્યુ ચંદ્રેશ નગર શેરી નં-૨ મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને તેની પ્રાથમિક પૂછપરછમાં તેની પાસેથી મળી આવેલ દારૂની બોટલો તે સામાકાંઠા વિસ્તારમાં વેજીટેબલ રોડ ઉપર આવેલ ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતા સુરેશભાઈ ભુપતભાઈ રાઠોડ પાસેથી લાવ્યા હોવાનું સામે આવતા તેની સામે ગુનો નોંધી તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News