મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી મોરબીની મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન યોજાયું ટંકારાના જોધપર ઝાલા ગામે શોર્ટ લાગતા વૃદ્ધ અને ટીકર ગામે શોર્ટ લાગતા યુવાનનું મોત હળવદના કાવડિયા અને ટંકારાના છતર ગામે જુગારની 3 રેડમાં 16 શખ્સો પકડાયા મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ
Breaking news
Morbi Today

મોરબીના મકનસર-મહેન્દ્રનગર તેમજ હસનપર નજીક જુગારની ત્રણ રેડ: ૬ મહિલા સહિત ૧૭ જુગારી પકડાયા


SHARE







મોરબીના મકનસર-મહેન્દ્રનગર તેમજ હસનપર નજીક જુગારની ત્રણ રેડ: ૬ મહિલા સહિત ૧૭ જુગારી પકડાયા

મોરબીના મકનસર અને મહેન્દ્રનગર તેમજ હસનપરના નાલા પાસે જુગારની જુદીજુદી ત્રણ રેડ કરી હતી ત્યારે છ મહિલા સહિત કુલ મળીને ૧૭ જુગારી પકડાયા હતા જેથી પોલીસે આગળની કાર્યવાહી કરી હતી

મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ ધર્મ મંગલ સોસાયટીમાં શેરીમાં જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે બી ડિવિઝન પોલીસની ટીમ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપર જુગાર રમતી છ મહિલાઓ ઝડપાઈ હતી જેમાં નિશાબેન ભીખાભાઈ લોરીયા (૨૮), પુષ્પાબેન અનિલભાઈ સનારીયા (૩૮), કૈલાસબેન ભાવેશભાઈ બારૈયા (૩૩), ભાવનાબેન દલસુખભાઈ કાવર (૪૨), ભાવનાબેન તુષારભાઈ બાવરવા (૩૦) અને કંચનબેન ભગવાનભાઈ કાલરીયા (૫૨) રહે. બધા ધર્મ મંગલ સોસાયટી મહેન્દ્રનગર વાળાનો સમાવેશ થાય છે અને તેની પાસેથી પોલીસે ૨૫૫૦ ની રોકડ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

મોરબી તાલુકાના મકનસર ગામની સીમમાં એક્સેલ સીરામીક પાસે જાહેરમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસે ત્યાં જુગારની રેડ કરતા સ્થળ ઉપર જુગાર રમતા જયેશભાઈ બળવંતભાઈ મેર (૩૦), કાનજીભાઈ રમેશભાઈ દેવમુરારી (૨૯), ઈશ્વરભાઈ પોપટભાઈ બદરચીયા (૪૫), મનસુખભાઈ વશરામભાઈ બાવળીયા (૩૨), રાકેશભાઈ બળવંતભાઈ ગળથરા (૧૯), અવધેશભાઇ ગિરધરલાલ ગૌતમ (૨૮), ધર્મેન્દ્રભાઈ સુરેન્દ્રભાઈ ચૌધરી (૩૫) અને રોહિતભાઈ સુરજપાલ કુમાર (૨૨) જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી ૨૧,૮૦૦ ની રોકડ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

વાંકાનેર નજીક હસનપરના નાલા પાસે સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા હોવાની હકીકત આધારે સીટી પોલીસની ટીમ દ્વારા ત્યાં જુગની રેડ કરવામાં આવી હતી ત્યારે ભરતભાઈ જગદીશભાઈ ડાભી (૨૧), રાજકુમાર જગદીશભાઈ ડાભી (૧૮) અને દેવજીભાઈ વાઘજીભાઈ મકવાણા (૨૨) રહે. બધા શક્તિપરા હસનપર વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી ૧૭૭૭૦ ની રોકડ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News