મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીના કેરાળા (હ) ગામે ઢોરના ચારા માટેના ભુસા નીચેથી ૨૬૪ બોટલ દારૂ સાથે બે શખ્સ ઝડપાયા


SHARE







મોરબીના કેરાળા (હ) ગામે ઢોરના ચારા માટેના ભુસા નીચેથી ૨૬૪ બોટલ દારૂ સાથે બે શખ્સ ઝડપાયા

મોરબી તાલુકાના કેરાળા (હરીપર) ગામના સ્મશાન પાસે વાડામાં બનાવેલ ઢાળીયામાં ઢોરના ચારા માટેના ભુસાની સાથે દારૂનો જથ્થો પણ છુપાવેલ હતો જેથી પોલીસે રેડ કરીને ૨૬૪ બોટલ દારૂ સાથે હાલમાં બે ઇસમોને પકડી પાડતીને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી કરેલ છે.

મોરબી તલુકા પીઆઇ કે.એ.વાળાની સુચાન મુજબ સ્ટાફ કામ કરે છે ત્યારે જયદેવસિંહ ઝાલા, અજીતસિંહ પરમાર, દિવ્યરાજસિંહ જાડેજા, રમેશભાઇ મુંધવા તથા જયદીપભાઇ પટેલ નાઓને સંયુકત ખાનગીરાહે મળેલ બાતમી હકીકત આધારે મોરબી તાલુકાના કેરાળા (હરીપર) ગામના સ્મશાન સામે પરબતભાઇ ભરવાડના કબ્જા ભોગવટાવાળા વાડામાં બનાવેલ ઢાળીયામાં દારૂની રેડ કરી હતી ત્યારે ત્યાં ઢોરના ચારા માટેના ભુસા નીચે છુપાવેલ અલગ અલગ બ્રાન્ડની ઇગ્લીશ દારૂની ૨૨ પેટી એટલે કે ૨૬૪ બોટલ દારૂ જેની કિંમત ૧,૫૭,૦૮૦/- ના મુદ્દામાલ સાથે બે ઇસમોને પકડી પાડ્યા હતા જેમા પરબતભાઇ જીવાભાઇ ટોટા જાતે  ભરવાડ ૩૦, રહે. કેરાળા (હરીપર) અને રાજેશ ઉર્ફે રાજુ મમુભાઇ અખીયાણી જાતે કોળી ૨૮, હાલ રહે. સિરામીક સીટી, લાલપર, મોરબી, મુળ રહે. મોટી હમીરપર તાલુકો રાપર વાળાનો સમાવેશ થાય છે.






Latest News