મોરબીમાં આવેલ ગજાનંદ એપાર્ટમેન્ટના ફ્લેટમાં જુગાર રમતા પાંચ શખ્સો 2.62 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના સીરામીક ઉદ્યોગમાં પાઇપલાઇન મારફતે ગેસ સપ્લાય કરતી બે કંપનીના ભાવમાં જમીન આસમાનનો તફાવત !, ઉદ્યોગકારોની મૂંઝવણમાં સતત વધારો: હાલમાં ઉદ્યોગકારો એમજીઓ કરાર ન કરે તેવા સંકેત મોરબીમાં વ્યાજે લીધેલા 2.40 લાખ સામે 7.67 લાખ ચૂકવી દીધા છતાં ગીરવે મુકેલા દાગીના અને કોરા ચેક પાછા નહીં આપતા દંપતી સામે ગુનો નોંધાયો ભારે કરી: મોરબીમાં બાઈક વ્યવસ્થિત રાખવાનું કહેતા નિવૃત્ત પોલીસ કર્મચારીને ઝાપટ મારીને ગાળો આપી છરી મારવાનો પ્રયાસ મોરબીમાં બાઈક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ 12 વર્ષના બાળકનું મોત મોરબીમાં વેપાર માટે યુવાને વ્યાજે લીધેલા 5 લાખ સામે 7.90 લાખ ચૂકવ્યા છતાં બે શખ્સો દ્વારા પઠાણી ઉઘરાણી, મારી નાખવાની ધમકી હળવદના માથક ગામે રહેતા યુવાને અગાઉ કરેલ ફરિયાદ પાછી ખેંચી લેવા માટે ફોન ઉપર ગાળો આપીને ઠામ પતાવી દેવાની ધમકી મોરબીમાં જુદી જુદી બે જગ્યાએથી દારૂની 17 બોટલ સાથે ત્રણ શખ્સો પકડાયા, ત્રણ ની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીના માર્કેટ ચોકમાં યુવાન ઉપર કરાયેલા જીવલેણ હુમલાના ગુનામાં ત્રણ આરોપીની ધરપકડ


SHARE











મોરબીના માર્કેટ ચોકમાં યુવાન ઉપર કરાયેલા જીવલેણ હુમલાના ગુનામાં ત્રણ આરોપીની ધરપકડ

મોરબીમાં શાક મર્કેટ ચોક પાસે ઉભેલા યુવાન સાથે બોલાચાલી કરીને ઝઘડો કર્યો હતો ત્યારબાદ આરોપીઓની પાસે રહેલ છરી વડે યુવાનને આંખ પાસે અને હાથના કાંડા ઉપર ઇજા કરી હતી અને ધોકા વડે માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ત્રણ આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે

મોરબીના વાઘપરા શેરી નં-૩ માં રહેતા દીપકભાઈ રાજુભાઈ બુધ્ધદેવ જાતે લોહાણા (૨૮)એ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે કિશન પટેલ, યશ પટેલ અને યશ પટેલનો ભાઈ રહે. ત્રણેય મોચી ચોક મોરબી તથા શાહનવાજ કાસમણી રહે. ખાટકીવાસ વાળાની સામે ફરિયાદ નોંધાવી હતી કે, મોરબીના શાકમાર્કેટ ચોક પાસે તે અને તેનો મિત્ર કાલુસિંગ પ્રભુસિંગ રાવત બંને ઊભા હતા ત્યારે યશ પટેલ અને શાહનવાજ કાસમણી બાઇક લઈને તેની પાસે આવ્યા હતા અને “તું શકીલ સાથે કેમ ફરે છે” તેવું કહીને તેની સાથે બોલાચાલી કરી હતી અને ત્યારબાદ તેને ગાળો આપી હતી અને કિશન પટેલે તેની પાસે રહેલ છરી વડે ફરિયાદી યુવાનને ડાબી આંખ પાસે ઘા મારીને ઈજા કરી હતી અને યશ પટેલે તેની પાસે રહેલ છરી વડે ફરિયાદી યુવાનને ડાબા હાથના કાંડામાં ઈજા કરી હતી તેમજ યશ પટેલના ભાઈએ તથા કિશન પટેલે તેને માર માર્યો હતો અને ધક્કો મારતા ત્યાં પડેલા ટ્રક સાથે તેનું મોઢું અથડાતા તેને પાંચ દાંતમાં ઈજા થઈ હતી આમ ચારેય શખ્સોએ ફરિયાદી તથા સાહેદને ગાળો આપીને ફરિયાદી યુવાનને "આજે તો બચી ગયો પણ શકીલ સાથે ફરીશ તો જાનથી મારી નાખીશું એવી ધમકી આપી હતી જેથી યુવાને સારવાર લીધા બાદ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપી કિશન રમેશભાઈ કૈલા જાતે પટેલ (૧૯), વિશાલ રાજેશભાઈ કૈલા પટેલ (૧૯) અને યશ રાજેશભાઈ કૈલા પટેલ (૨૨) રહે. ગ્રીન ચોક પાસે મોરબી વાળાની ધરપકડ કરેલ છે

મારામારીમાં ઇજા
હળવદના રણછોડગઢ ગામે રહેતા પ્રેમીલાબેન દેવશીભાઈ સુરેલા (૬૦) નામના વૃદ્ધાને ઘરે થયેલ મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી કરીને ઇજાગ્રસ્તમાં તેઓને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવવાની પ્રાથમિક તપાસ વિપુલભાઈ ફૂલતરિયાએ કરી હતી જોકે, બનાવ હળવદ તાલુકા પોલીસની હદનો હોવાથી ત્યાં આ બનાવની જાણ કરવામાં આવી છે

ફિનાઇલ પીધું
મોરબીના સનાળા રોડ ઉપર સર્કલ પાસે રહેતા જાનવીબેન સોનાગ્રા (૪૯) નામની મહિલાએ કોઈ કારણોસર ફિનાઇલ પી લીધી હતી જેથી કરીને તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી સિવિલ હોસ્પિટલ મારફતે મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળ તપાસ વિપુલભાઈ ફૂલતરિયા દ્વારા કરવામાં આવી છે

બાઇક સ્લીપ
મોરબીના રવાપર ગામથી આગળના ભાગમાં આવેલ ક્રિષ્ના સ્કૂલ પાસે બાઈક સ્લીપ થયું હતું જેથી રવાપર ગામ પાસે આવેલ શક્તિ ટાઉનશિપમાં રહેતા વિમલભાઈ નરેશભાઈ વરમોરા (૨૯) નામના યુવાનને ઇજા થઈ હતી જેથી કરીને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News