મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

નવલખી રોડે લવણપુર નજીક ટ્રક સાથે ટ્રક અથડાતાં એકનું મોત: બે ઇજાગ્રસ્ત સારવારમાં


SHARE







નવલખી રોડે લવણપુર નજીક ટ્રક સાથે ટ્રક અથડાતાં એકનું મોત: બે ઇજાગ્રસ્ત સારવારમાં

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ લવણપુર નજીક ટ્રકની સાથે ટ્રક અથડાયો હતો જેથી કરીને અકસ્માતો બનાવની બન્યો હતો અને ત્યારે ટ્રકમાં બેઠેલ એક વ્યક્તિને ગંભીર ઇજા થયેલ હોવાથી તેનું મોત નીપજયું હતું જોકે અન્ય બે વ્યક્તિઓને ઈજા થઈ હોવાથી ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં અકસ્માત સર્જનાર ટ્રકના ચાલક સામે માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ ભાવનગરના ચાંદ મસ્જિદ ધોબીઘાટ પાસે રહેતા અને ડ્રાઇવિંગનું કામ કરતા ઈકબાલભાઈ યુનુસભાઇ બેલીમ જાતે મુસ્લિમ (૩૩) એ હાલમાં ટ્રક નંબર જીજે ૧૮ બીટી ૦૯૬૧ ના ચાલક સામે માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે મોરબીના નવલખી રોડ ઉપર આવેલ લવણપુર નજીકથી તેઓ પોતાનો ટ્રક નંબર જીજે ૩૬ ટી ૯૯૨૭ લઈને જઈ રહ્યા હતા ત્યારે આરોપીએ પોતાના હવાલા વાળો ટ્રક બેફિકરેથી ચલાવીને તેના ટ્રકની કેબીન સાથે અથડાવ્યો હતો જેથી કરીને તેની કેબિનમાં બેઠેલા હનીફભાઈ નુરમામદભાઈ કચ્ચાને ગળાના ભાગે ગંભીર ઈજા થઈ હોવાથી તેનું મોત નીપજ્યું હતું અને તેની કેબિનમાં બેઠેલા માનવેન્દ્ર મિશ્રા તેમજ ક્લીનર કાનાભાઈને હાથે અને પગે ઇજાઓ થઈ હોવાથી ઇજાગ્રસત હાલતમાં તેને સારવાર માટે લઈ ગયા હતા અને ટ્રકમાં નુકસાની થયેલ હોવાથી હાલમાં ઈકબાલભાઈ બેલીમ દ્વારા અકસ્માત સર્જનાર ટ્રક ચાલકની સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News