મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ મોરબીના મકનસર ગામ પાસે ટ્રક નીચે ચગડાઈ જવાથી યુવાનનું મોત કેમ મારી સાથે વાત નથી કરતો, પાવર આવી ગયો છે તેવું કહીને મોરબીના શનાળા ગામે યુવાનને મારમાર્યો મોરબીમાં ઉમા ટાઉનશીપ નજીક ઉંચા આવજે ડીજે વગાડતા બે શખ્સોની સામે ગુનો નોંધાયો હળવદના કડીયાણા ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો હળવદમાં કાર ચાલકે અચાનક વળાંક લેતા સર્જાયેલ અકસ્માતમાં બાઇક ચાલકને ગંભીર ઇજા: જુના ઘાટીલામાં નોટના નંબર આધારે જુગાર રમતા બે પકડાયા
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા ટોબેકો કંટ્રોલ સેલ દ્વારા ભોજપરા પ્રાથમિક શાળામાં ચિત્ર સ્પર્ધા યોજાઇ


SHARE







મોરબી જિલ્લા ટોબેકો કંટ્રોલ સેલ દ્વારા ભોજપરા પ્રાથમિક શાળામાં ચિત્ર સ્પર્ધા યોજાઇ

ડીસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલ મોરબી દ્વારા વાંકાનેર તાલુકાની ભોજપરા પ્રાથમિક શાળામાં વ્યસનની જાગૃતિ અર્થે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં ધોરણ ૬ થી ૮ ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જેમાં વિદ્યાર્થીઓ દ્વારા વ્યસન અંગેની જાગૃતિ દર્શાવતા વિવિધ ચિત્રો દોરવામાં આવ્યા હતા અને જેમાં પ્રથમ કાલરા સના, દ્રિતીય ખોરજીયા મહેક અને તૃતીય કડીવાર આરજુ વિજેતા બન્યા હતા અને વિજેતા થનાર વિદ્યાર્થીઓને ઇનામ તથા પ્રમાણપત્ર આપી પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું ત્યાર બાદ ડીસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલના સભ્ય તેહાન શેરસીયા દ્વારા વિદ્યાર્થીઓને વ્યસનથી થતા શારીરિક, આર્થિક અને સામાજિક નુકસાન અંગે માહિતગાર કર્યા હતા અને COTPA-2003 કાયદા અંગે પણ વિસ્તૃત માહિતી આપી હતી, આ કાર્યક્રમનું સફળ સંચાલન શાળાના શિક્ષક રમીઝ દ્વારા કરવામાં આવ્યું હતું, અંતમાં શાળાના આચાર્ય સ.યુ. લોલાડીયા દ્વારા વિદ્યાર્થીઓને વ્યસન પોતે જિંદગીમાં ક્યારેય ન કરવા તથા પોતાના પરિવારને પણ વ્યસનથી બચવા માટે કહ્યું હતું






Latest News