મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબી તાલુકા પોલીસે જપ્ત કરેલ વાહનોની કરાશે હરાજી: મોરબીમાં વિનામૂલ્યે આયુર્વેદ  નિદાન કેમ્પ યોજાશે


SHARE







મોરબી તાલુકા પોલીસે જપ્ત કરેલ વાહનોની કરાશે હરાજી: મોરબીમાં વિનામૂલ્યે આયુર્વેદ  નિદાન કેમ્પ યોજાશે

મોરબી તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા એમ.વી.એક્ટ ૨૦૭ મુજબ ડીટેઇન કરેલ કુલ ૨૧ વાહનોની સ્ક્રેપ પોલીસી મુજબ જાહેર હરાજી તા.૫/૦૯/૨૦૨૩ ના રોજ ૧૨:૦૦ કલાકે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ખુલ્લા મેદાનમાં રાખવામાં આવેલ છે. આ હરાજીમાં ભાગ લેવા ઇચ્છુક વેપારીઓએ તા. ૦૨/૦૯/૨૦૨૩ સુધીમાં અરજી દીઠ અલગ-અલગ એડવાન્સ ડીપોજીટ પેટે ૨૫,૦૦૦/- નો "OS TO SUPERINTENDNENT OF POLICE ના નામનો રાષ્ટ્રીયકૃત બેંકનો ડીમાન્ડ ડ્રાફટ પોલીસ અધિક્ષકશ્રીની કચેરી, મોરબીની હિસાબી શાખામાં ટપાલ/રૂબરૂથી કચેરી સમય દરમિયાન જમા કરાવવાનો રહેશે. અને હરાજીના વાહનોનું રૂબરૂ નિરીક્ષણ તા.૨/૦૯/૨૦૨૩ સુધી મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કરી શકાશે.

`વિનામૂલ્યે આયુર્વેદ  નિદાન કેમ્પʼ

નિયામક, આયુષની કચેરી,  ગાંધીનગર તેમજ મોરબી જિલ્લા આયુર્વેદ અધિકારીના માર્ગદર્શન અન્વયે સરકારી આયુર્વેદ દવાખાનું, જનરલ હોસ્પિટલ, મોરબી  દ્વારા તારીખ: ૦૨-૦૯-૨૦૨૩ના રોજ સવારે ૯:૦૦ થી બપોરે ૧૨:૩૦ દરમિયાન સોમેશ્વર મહાદેવ મંદિર, ગાયત્રી નગર, વાવડી રોડ, મોરબી ખાતે `વિનામૂલ્યે આયુર્વેદ  નિદાન સારવાર કેમ્પʼ નું આયોજન  કરવામાં આવેલ છે. આ કેમ્પમાં ડોક્ટર વૈદ્ય ખ્યાતિબેન ઠકરાર, (મેડિકલ ઓફિસરઆયુર્વેદ, જનરલ હોસ્પિટલ મોરબી) દ્વારા યોગ્ય સારવાર અને માર્ગદર્શન આપવામાં આવશે. આ સર્વરોગ  આયુર્વેદિક નિદાન સારવાર માટેના કેમ્પમાં ફિટનેસ કા ડોઝ આધા ઘંટા રોઝઆ સૂત્ર મુજબ તંદુરસ્ત રહેવા માટેનું માર્ગદર્શન પણ આપવામાં આવશે






Latest News