ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીના ઉંચી માંડલ નજીક પગ લપસતા કેનાલમાં પડી જવાથી યુવાનનું મોત


SHARE







મોરબીના ઉંચી માંડલ નજીક પગ લપસતા કેનાલમાં પડી જવાથી યુવાનનું મોત

મૂળ ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદ જિલ્લાનો રહેવાસી અને હાલમાં મોરબી નજીકના ઊંચી માંડલ ગામ પાસે આવેલ સીરામીક કારખાનાના લેબર કવાર્ટરમાં રહીને ત્યાં મજૂરી કામ કરતો યુવાન ઉંચી માંડલ ગામ પાસેથી પસાર થતી નર્મદાની કેનાલમાં પગ લાપસી જતા પડી ગયો હતો જેથી કરીને પાણીમાં ડૂબી જવાના કારણે તેનું મોત નીપજ્યું હતું અને તેની લાશ પાણીમાં દેખાતા તેને બહાર કાઢીને ડેડબોડીને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા. અને આ બનાવની મૃતકના નાના ભાઈએ મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી જેથી પોલીસે અકસ્માતાના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

મૂળ યુપીના ફિરોઝાબાદ જિલ્લાના રહેવાસી અને હાલમાં મોરબી હળવદ હાઇવે ઉપર આવેલ ઊંચી માંડલ ગામની સીમમાં મેગાસિટી સીરામીક કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતા અને ત્યાં મજૂરી કામ કરતા વિનોદકુમાર નોબતસિંહ કુશવાહા જાતે ઠાકૂર (૩૩) ઉંચી માંડલ ગામની સીમમાંથી પસાર થતી નર્મદાની કેનાલમાં પગ લપસતા પડી ગયા હતા અને પાણીમાં ડૂબી જવાના કારણે તેનું મોત નીપજયું હતું જેની લાશ એકોર્ડ પ્લસ સીરામીક કારખાનાની સામે આવેલ નાલા પાસે તરતી હોય તેને પાણીમાંથી બહાર કાઢીને પીએમ માટે સિવિલે લઈને આવ્યા હતા અને આ અંગેની મૃતકના નાનાભાઈ બબલુ નોબતસિંહ કુશવાહા જાતે ઠાકૂર (૨૭) રહે. હાલ મેગાસિટી સીરામીક મૂળ રહે. યુપી વાળાએ મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી જેથી કરીને પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના મનીષભાઈ બારૈયા ચલાવી રહ્યા છે






Latest News