મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

વાંકાનેરના રાતીદેવડીમાં અગાઉ આપઘાતનો પ્રયાસ કરનાર યુવતીનું મોત


SHARE







વાંકાનેરના રાતીદેવડીમાં અગાઉ આપઘાતનો પ્રયાસ કરનાર યુવતીનું મોત

વાંકાનેર નજીક આવેલ રાતીદેવડી ખાતે રહેતી યુવતીએ અગાઉ એસિડ પી લીધું હતું જેથી કરીને તેને સારવાર માટે અમદાવાદ સુધી લઈ ગયા હતા અને ત્યાંથી રજા આપ્યા બાદ રાતીદેવડી ગામે લઈ આવ્યા હતા અને ત્યાં તે યુવતીનું મોત નીપજયું છે જેની મૃતક યુવતીના ભાઈએ વાંકાનેર સિટી પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે વાંકાનેરના રાતીદેવડી ખાતે રહેતા હિતેશભાઈ કાંતિલાલ વોરા (૨૪)એ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી હતી કે, તેમના બહેન વૈશાલીબેન ઉર્ફે સંગીતાબેન કાંતિલાલ વોરા (૨૧) ઘરે કંઈ બોલતા ચાલતા ન હોય અને તેનું શરીર ઠંડું પડી ગયું હોય મરણ ગયેલ છે જે અંગેની પોલીસે નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં તેને જણાવ્યું હતું કે, ગત જાન્યુઆરી મહિનામાં તેના બહેન વૈશાલીબેન એસિડ પી ગયા હતા જેથી તેને પ્રથમ વાંકાનેર ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ અને ત્યાંથી અમદાવાદ સુધી લઈ ગયા હતા અને અમદાવાદ ખાતે તેને સારવારમાંથી રજા આપ્યા બાદ તેને રાતીદેવડી ગામ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેનું મોત નીપજયું છે હાલમાં વાંકાનેર સિટી પોલીસ દ્વારા આ બનાવાની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને આ બનાવની આગળની વધુ તપાસ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. ડી.વી. કાનાણી ચલાવી રહ્યા છે






Latest News