ટંકારામાં બંધ મકાનમાંથી 2.47 લાખના સોના ચાંદીના દાગીનાની ચોરીન ગુનામાં ચોરાઉ મુદામાલ સાથે એકની ધરપકડ: મહિલા સહિત બે ની શોધખોળ મોરબીમાં મહિલા કોર્પોરેટરના પતિએ લાચાર મહિલાને પૈસા આપ્યા બાદ દુષ્કર્મ આચર્યુ, પાંચ વર્ષ બાદ નોંધાયો ગુનો વાંકાનેરના ભલગામ નજીક જુગાર રમતા ચાર શખ્સો 13,700 ની રોકડ સાથે ઝડપાયા ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો !
Breaking news
Morbi Today

મોરબીના જુદાજુદા વિસ્તારમાં જુગારની ચાર રેડમાં ૧૮ પત્તાપ્રેમીઓ પકડાયા


SHARE





મોરબીના જુદાજુદા વિસ્તારમાં જુગારની ચાર રેડમાં ૧૮ પત્તાપ્રેમીઓ પકડાયા

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટાફ દ્વારા શહેરના જુદાજુદા ચાર વિસ્તારમાં જુગાર અંગે રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાંથી રોકડ રકમો સાથે ૧૮ જેટલા પતા પ્રેમીઓ મળી આવ્યા હોય તમામ સામે જુગારધારા હેઠળ ગુના નોંધવામાં આવ્યા હતા.

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટાફ દ્વારા શહેરના સામાકાંઠા વિસ્તારમાં જુદીજુદી ચાર જગ્યાઓએ જુગારની રેડ કરવામાં આવી હતી.જેમાં મોરબીના મહેન્દ્રનગર ગામે શીતળા માતા મંદિર વિસ્તારમાં ઉગમણા નાકે બાલમંદિર પાસે જાહેરમાં જુગાર રમાઈ રહ્યો હોવાની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને બાતમી મળતા ત્યાં રેડ કરવામાં આવી હતી.ત્યારે ત્યાં જાહેરમાં જુગાર રમી રહેલા લક્ષ્મણ બાબુ સનુરા કોળી (૩૭), કિશોર મગન ભોજવીયા કોળી (૩૮), દિલીપ કેશુ દેત્રોજા કોળી (૪૨), વિજય શંકર ધામેચા કોળી (૧૯) અને રવિ કનુ ગૌસ્વામી બાવાજી (૨૭) રહે.બધા મહેન્દ્રનગર તા.જી.મોરબી વાળા જુગાર રમતા મળી આવતા તમામ સામે જુગારધારા કલમ ૧૨ મુજબ ગુનો નોંધી રોકડા રૂપિયા ૩,૨૫૦ સાથે તમામની સામે કાર્યવાહી કરવામાં આવી હતી.જ્યારે જુગારની બીજી રેડ મોરબીના સામાકાંઠે ત્રાજપર વિસ્તારમાં પંચની મેલડી પાસે કરવામાં આવી હતી જેમા જાહેરમાં જુગાર રમી રહેલા ઈસમો ઉપર જુગારની રેડ કરીને ત્યાં સ્થળ ઉપરથી ઈમ્તિયાઝ સુલતાન મોડ સંધી (૩૦), ઇમરાન સુલતાન મોડ સંધી (૩૨), મુન્ના દિલીપ ડેડાણીયા કોળી (૨૮), કિરણ કાના ટીંડાણી કોળી (૧૮) અને અમિત જગદીશ ટીડાણી કોળી (૩૦) જાહેરમાં જુગાર રમતા મળી આવ્યા હોય પાંચેયની સામે જુગારધારા કલમ ૧૨ મુજબ ગુનો નોંધી રોકડા રૂપિયા ૪,૨૯૦ જપ્ત કરી રાબેતા મુજબની કાર્યવાહી કરવામાં આવી હતી.

ત્રીજી રેડ મોરબીના સામાકાંઠા વિસ્તારમાં વેજીટેબલ રોડ ઉપર આવેલ ભીમસર વિસ્તારમાં કરવામાં આવી હતી.શેરીમાં જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપર જુગાર રમતા ધીરૂભાઈ શામજીભાઈ પરમાર (૬૦), રવિભાઈ મનસુખભાઈ ઝાલા (૩૨) અને ભાણજીભાઈ પ્રાગજીભાઈ વાઘેલા (૩૯) રહે.ત્રણેય ભીમસર મોરબી-૨ વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેમની પાસેથી ૫,૫૫૦ ની રોકડ કબ્જે કરી હતી અને આરોપીઓની ધરપકડ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી. આવી જ રીતે જુગારની ચોથી રેડ સામાકાંઠે ઇન્દીરાનગર પાસેના ખોડીયારપરા વિસ્તારમાં કરવામાં આવી હતી.ત્યારે ત્યાં સ્થળ ઉપરથી જુગાર રમતા પ્રકાશભાઈ અજીતભાઈ હળવદિયા (૨૫), રોહિતભાઈ ભુપતભાઈ કુંઢીયા (૩૨), અજયભાઈ વલ્લભભાઈ હળવદિયા (૨૬), જીગાભાઈ બાબુભાઈ ઓગાણીયા (૨૮) અને સાગરભાઇ રમેશભાઈ હળવદિયા (૩૫) જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેમની પાસેથી ૬,૪૫૦ ની રોકડ કબ્જે કરીને જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

યુવાન સારવારમાં ખસેડાયો

મોરબીના પાડાપુલ ઉપરથી બેભાન હાલતમાં મળી આવેલા હર્ષદભાઈ બળદેવભાઈ પારેઘી નામના ૧૯ વર્ષીય વીસીપરા વિસ્તારમાં રહેતા યુવાનને બેભાન હાલતમાં ૧૦૮ વડે સારવાર માટે સિવિલે લઈ જવામાં આવ્યો હતો અને ત્યાંથી સીટી બી ડિવિઝન પોલીસ મથક ખાતે જાણ કરાતા બનાવ અંગે વાલભા ચાવડા દ્વારા નોંધ કરી તપાસ કરવામાં આવી હતી

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના જેતપર રોડ ઉપર રંગપર (બેલા) પાસે આવેલા વિરાટનગર વિસ્તાર નજીક રહેતા અજય લાલારામ નિસાદ નામના ૩૫ વર્ષીય યુવાનને વાહન અકસ્માતમાં ઈજા થતા સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યાં સામે આવ્યું હતું કે મોરબીના હળવદ રોડ ઉપર ઘુંટુ અને માંડલ ગામની વચ્ચે ટ્રક અકસ્માતના બનાવમાં તેને ઇજા પહોંચવાથી સારવાર માટે ખસેડાયો હતો હાલ આ અંગે તાલુકા પોલીસ મથકના વિજયભાઈ ડાંગર દ્વારા નોંધ કરીને તપાસ હાથ ધરવામાં આવી હતી.




Latest News