ટંકારામાં બંધ મકાનમાંથી 2.47 લાખના સોના ચાંદીના દાગીનાની ચોરીન ગુનામાં ચોરાઉ મુદામાલ સાથે એકની ધરપકડ: મહિલા સહિત બે ની શોધખોળ મોરબીમાં મહિલા કોર્પોરેટરના પતિએ લાચાર મહિલાને પૈસા આપ્યા બાદ દુષ્કર્મ આચર્યુ, પાંચ વર્ષ બાદ નોંધાયો ગુનો વાંકાનેરના ભલગામ નજીક જુગાર રમતા ચાર શખ્સો 13,700 ની રોકડ સાથે ઝડપાયા ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો !
Breaking news
Morbi Today

વાંકાનેર શહેર-તાલુકામાં જુગારની બે રેડ: ૧૨ જુગારી પકડાયા


SHARE





વાંકાનેર શહેર-તાલુકામાં જુગારની બે રેડ: ૧૨ જુગારી પકડાયા

વાંકાનેર શહેર અને તાલુકામાં જુદી જુદી બે જગ્યા ઉપર જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે કુલ મળીને ૧૨ જુગારીઓ જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી કુલ મળીને ૧.૧૪ લાખ કરતાં વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળ કાર્યવાહી હાથ ધરી હતી

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના ઢુવા માટેલ રોડ ઉપર જીઇબીના સબ સ્ટેશનની પાછળના ભાગમાં રહેતા કરણભાઈ મકવાણાના ઘરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપર જુગાર રમતા કરણભાઈ નારણભાઈ મકવાણા (૧૯), નિલેશભાઈ પોપટભાઈ ભામાણી (૨૨), ધીરજભાઈ ઉર્ફે અજય માવજીભાઈ બાવળીયા (૩૦), સંજયભાઈ માવજીભાઈ વાળા (૨૩), રાજુભાઈ પરસોતમભાઈ મકવાણા (૨૫), અજયભાઈ સુરેશભાઈ લીંબડીયા (૨૫) અને વિજયભાઈ ભુપતભાઈ રોજાસરા (૧૯) રહે. બધા નવા ઢુવા વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી ૧૧૨૩૦ ની રોકડ તથા ત્રણ મોટરસાયકલ આમ કુલ મળીને ૧,૦૧,૨૩૦  રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી તો વાંકાનેર નજીક હસનપર શેરી નં-૨ માં સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા હોવાની વાંકાનેર સિટી પોલીસને બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપર જુગાર રમતા સુરેશભાઈ ગોગજીભાઈ ઉઘરેજા (૩૫), રવિભાઈ બટુકભાઈ સારલા (૨૬), કિશનભાઇ નાથાભાઈ વિજવાડીયા (૨૫), જગદીશભાઈ ટપુભાઈ અબાસણીયા (૩૫) અને વિજયભાઈ મનસુખભાઈ પરસોંડા (૩૨) રહે. બધા હસનપર વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી ૧૨૯૫૦ ની રોકડ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી




Latest News