ચરાડવા ગામની સીમમાં જીરૂ ચોરીનો ભેદ ઉકેલાયો: ચાર આરોપીની 12.77 લાખનો મુદ્દામાલ કબજે, ત્રણ આરોપીની શોધખોળ મોરબીમાં ભારત વિકાસ પરિષદ દ્વારા ભારત કો જાનો મૌખિક પ્રશ્નમંચનો કાર્યક્રમ યોજાયો ગાંધીધામના એનડીપીએસના ગુનામાં નાસતો ફરતો આરોપી મોરબીમાંથી ઝડપાયો મોરબીમાં મનપાના ફૂડ વિભાગે દુકાનો,-હોટેલ સહિત 90 સ્થળોએ કર્યું ચેકિંગ મોરબીમાં પડતર પ્રશ્નોને લઈને સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળે કલેક્ટર-ડીઇઓને કરી રજૂઆત મોરબી ગ્રામ્ય-શહેરી વિસ્તારની 82 આંગણવાડીઓની જવાબદારી મહાનગરપાલિકાને સોપાઈ ગુજરાત ખેડૂત સત્યાગ્રહ છાવણી જેતપરથી ખેડૂતો સિદ્ધિવિનાયક કા રાજા ગણેશ મહોત્સવમાં પહોચ્યા મોરબીના ટીંબડી ગામે પ્રાથમિક શાળા ખાતે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

હરરાજીમાં ધનનો ઢગલો: વાંકાનેર પાલિકામાં મેળાના મેદાની ઐતિહાસિક ૧૯.૫૧ લાખ આવક


SHARE







હરરાજીમાં ધનનો ઢગલો: વાંકાનેર પાલિકામાં મેળાના મેદાની ઐતિહાસિક ૧૯.૫૧ લાખ આવક

મોરબી જિલ્લાના વાંકાનેરમાં મેળાના મેદાનની પાલિકા કચેરી ખાતે હરરાજી રાખવામા આવી હતી જેમાં કુલ મળીને ૯\ પાર્ટીઓ દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો અને બોલી બોલવામાં આવી હતી ત્યારે સૌથી ઊંચી બોલી ૧૯.૫૧ લાખની બોલી લગાવી હતી જેથી કરીને મેળા માટેનું મેદાન પાલિકા દ્વારા આ વર્ષે ૧૯.૫૧ લાખમાં આપવામાં આવ્યું છે

વાંકાનેર પાલિકા દ્વારા મેળાના મેદાન માટે હરરાજી કરવામાં આવી હતી જેમાં કુલ મળીને ૯ પાર્ટીઓ દ્વારા ભાગ લેવામાં આવેલ હતો અત્રે ઉલેખનીય છે કે, સામાન્ય રીતે વાંકાનેર પાલિકા દ્વારા નજીવી રકમમાં મેળાનું મેદાન આપી દેવતું હતું પરંતુ ગત વર્ષે રાજકીય સમરાંગણ હતું જેથી કરીને હરરાજી કરીને મેદાન આપવામાં આવ્યું હતું ત્યારે મેળાનું મેદાન ૧૧.૫૧ લાખમાં આપવામાં આવ્યું હતું જો કે, આ વર્ષે પાલિકામાં મેળાના મેદાન માટેની હરરાજી કરવામાં આવી હતી ત્યારે વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી પણ ત્યાં હજાર રહ્યા હતા ત્યારે પાલિકાના વહીવટદાર અને ચીફ ઓફિસર દ્વારા હરરજીની પ્રક્રિયા કરવામાં આવી હતી તેમાં જુદીજુદી લોકો દ્વારા મેળાના મેદના માટે ૨.૮૦ લાખથી બોલી લગાવવાનું શરૂ કરવામાં આવ્યું હતું અને સૌથી ઊંચી ૧૯.૫૧ લાખની બોલી ફિરોજભાઈ ઠાસરિયા દ્વારા લગાવવામાં આવી હતી જેથી મેળા માટેનું મેદાન પાલિકા દ્વારા તેને આપવામાં આવ્યું છે અત્રે ઉલેખનીય છે કે, છેલ્લા બે વર્ષથી મેળાના મેદાન માટે હરરજી કરવામાં આવે છે જેથી કરીને પાલિકાને લખો રૂપિયાની આવક થાય છે 




Latest News