તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

વાંકાનેરના પાડધારા-ભેરડા વચ્ચે ઇલેક્ટ્રીક વાયરને ડમ્પરની ટ્રૉલી અડી જતાં એક યુવાનનું મોત: એક ગંભીર


SHARE











વાંકાનેરના પાડધારા-ભેરડા વચ્ચે ઇલેક્ટ્રીક વાયરને ડમ્પરની ટ્રૉલી અડી જતાં એક યુવાનનું મોત: એક ગંભીર

વાંકાનેર તાલુકાના જેતપરડા રોડ ઉપર આવેલ ક્યુરેટા સીરામીકમાં રહેતા અને કામ કરતો યુવાન ડમ્પર લઈને પાડધારા અને ભેરડા વચ્ચે નવી ખાણ ચાલુ થવાની હતી ત્યાં માટી નાખવા માટે ગયો હતો ત્યારે ડમ્પરની ટ્રૉલી ઇલેક્ટ્રીક વાયરને અડી જવાથી આખું ડમ્પર શોર્ટ થયું હતું ત્યારે દંપરના ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું અને જેની ખાણ આજથી ચાલુ થવાની હતી તેને ગઇકાલે શોર્ટ લાગતાં તે યુવાનને વાંકાનેરમાં પ્રાથમિક સારવાર આપીને હાલમાં વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ છે આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના જેતપરડા રોડ ઉપર આવેલ ક્યુરેટા કારખાનામાં રહેતા મૂળ એમપીના રહેવાસી સંજયભાઈ હિમતાભાઈ પરમાર (૩૮) તથા પાડધરા ખાણ વિસ્તારમાં રહેતા જાંજભાઇ નાથાભાઇ પરમાર (૩૦) બંને પાડધરા અને ભેરડા વચ્ચે હતા ત્યારે ઇલેક્ટ્રીક શોટ લાગ્યો હતો જેથી કરીને સંજયભાઈ પરમારનું મોત નીપજ્યું હતું અને જાંજભાઇ પરમારને ઇજાઓ થઈ હતી માટે તાત્કાલિક ૧૦૮ મારફતે તે બંનેને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં ફરજ પરના ડોક્ટરે સંજયભાઈ પરમારને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા અને જાંજભાઇ પરમારને ગંભીર ઈજા હોવાથી તેને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા હતા અને આ બનાવ અંગેની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવવાની આગળની વધુ તપાસ જે.જી. ઝાલા ચાલવી રહ્યા હોય તેની સાથે વાત કરવામાં આવતા તેમણે જણાવ્યુ હતું કે, જાંજભાઇ નાથાભાઇ પરમારની ખાણ આજથી શરૂ થવાની હતી જેથી કરીને મૃતક સંજયભાઈ પરમાર તેના હવાલ વાળા ડમ્પરમાં માટી ભરીને ત્યાં રસ્તાને સરખો કરવા માટે ગયા હતા અને માટી ડમ્પરમાંથી નીચે નાખી દીધા પછી ટ્રેલી નીચે બેઠી ન હતી ત્યાં ઉપરથી પસાર થતાં ઇલેક્ટ્રીક વાયરને ડમ્પર અડી ગયું હતું જેથી કરીને આખું ડમ્પર શોર્ટ થયું હતું ત્યારે સંજયભાઇનું મોત નીપજયું છે અને ઇજાગ્રસ્ત હાલતમાં જાંજભાઇ નાથાભાઇ પરમારને રાજકોટ સારવારમાં લઈ જવામાં આવેલ છે






Latest News