મોરબીના ખોખરા હરિહરધામે હનુમાન જયંતિ નિમિત્તે મહાઆરતી, રામધુન, સંતવાણી અને મહાપ્રસાદનું આયોજન હળવદ નજીક હોટલ પાસે તલવાર વડે કરાયેલ જીવલેણ હુમલાના ગુનામાં કોર્ટે 4 આરોપીઓને સજા અને દંડ ફટકાર્યો વાંકાનેરના અરણીટીંબા ગામે ત્યજી દેવાયેલ નવજાત બાળકીને શ્વાને બચકાં ભરીને ફાડી ખાધી મોરબી OSEM સ્કુલની વિદ્યાર્થિનીએ મેળવી રાષ્ટ્રીય સ્તરે સિધ્ધી મોરબીમાં ફૈબા દ્વારા ભત્રીજા-ભત્રીજીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ભોજાણી પરિવારના કુળદેવી શ્રી ભવાની માતાજી મંદિરે નવચંડી યજ્ઞ માળીયા (મી)ના મોટા દહીસરા ગામે પ્રેમલગ્ન કરનારા યુવતીના કાકા ઉપર યુવાનના કૌટુંબિક વ્યક્તિએ કર્યો છરી વડે હુમલો હળવદમાં દુકાન પાસે હરાજી કરવાની ના કહેતા વેપારી ઉપર 5 શખ્સોનો પાઇપ વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબીના લાલપર પાસેથી દારૂ ભરેલ ગાડી પકડાઈ: ૩.૧૧ લાખનો મુદામાલ કબ્જે


SHARE











મોરબીના લાલપર પાસેથી દારૂ ભરેલ ગાડી પકડાઈ: ૩.૧૧ લાખનો મુદામાલ કબ્જે

મોરબીના લાલપર ગામ પાસે શૈલેષ કાંટા સામેથી એસન્ટ ગાડી નીકળી હતી ત્યારે તે ગાડીને તાલુકા પોલીસની ટીમે રોકી હતી અને તેમાંથી ૫૫૦ લિટર દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ૩.૧૧ લાખનો મુદામાલ કબ્જે કરેલ છે અને એક શખ્સની ધરપકડ કરેલ છે તેમજ એક શખ્સની શોધખોળ ચાલી રહી છે

જણાવા મળતી માહિતી મુજબ મોરબીના લાલપર ગામ પાસે શૈલેષ કાંટા સામેથી એસન્ટ ગાડી નંબર જીજે ૩ એમએચ ૪૦૬૧ પસાર થઈ રહી હતી જે કારને તાલુકા પોલીસની ટીમ દ્વારા રોકીને ચેક કરવામાં આવતા તેમાંથી ૫૫૦ લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હોય પોલીસે ૧૧ હજાર રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો તથા ત્રણ લાખ રૂપિયાની કિંમતની કાર આમ કુલ મળીને ૩.૧૧ લાખના મુદ્દામાલ સાથે અમિતભાઈ ગોરધનભાઈ ગોંડલિયા જાતે બાવાજી (૩૫) રહે. હાલ રાજલક્ષ્મી એપાર્ટમેન્ટ બ્લોક નંબર ૫૦૩ સેટેલાઈટ ચોક મોરબી રોડ રાજકોટ મૂળ રહે હીરાસર તાલુકો ચોટીલા વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી અજયભાઈ જાદવભાઈ મેર રહે નાળિયેરી તાલુકો ચોટીલા વાળાનું નામ સામે આવ્યું હોય પોલીસે તેની સામે પણ ગુનો નોંધી તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બે બોટલ દારૂ

મોરબીના રેલ્વે સ્ટેશન રોડ ઉપર આવેલ મેલડી માતાજીના મંદિર પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની બે બોટલ મળી આવતા પોલીસે ૬૦૦ રૂપિયાની કિંમતની દારૂની બોટલ સાથે આનંદભાઈ વસંતભાઈ કુબાવત જાતે બાબાજી (૩૭) રહે. ન્યુ શ્રદ્ધા પાર્ક નવલખી રોડ મોરબી મૂળ રહે જેતપર વાળાની ધરપકડ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે 

બે બીયર

હળવદ તાલુકાના નવા સાપકડા ગામથી રતનપર તરફ જવાના રસ્તા ઉપરથી અલ્ટો ગાડી નંબર જીજે ૧૦ ડીઆર ૩૧૮૦ પસાર થઈ રહી હતી ત્યારે તે ગાડીને રોકીને ગાડીને ચેક કરવામાં આવતા તેમાંથી બિયરના બે ટીન મળી આવ્યા હતા જેથી પોલીસે ૨૦૦ ની કિંમતનો બિયર તથા ૭૦ હજાર રૂપિયાની કિંમતની કાર અને ૩૦૦૦ નો એક મોબાઇલ આમ કુલ મળીને ૭૩૨૦૦ ના મુદ્દામાલ સાથે મહિપતભાઈ ઘનશ્યામભાઈ ડોડીયા જાતે કારડીયા રાજપુત (૩૧) રહે. રતનપર તાલુકો ધાંગધ્રા વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી સુરેન્દ્રસિંહ ઉર્ફે સુરુભા વિક્રમસિંહ ઝાલા રહે. સાપકડા તાલુકો હળવદ વાળાનું નામ સામે આવ્યું હોય તેની સામે ગુનો નોંધીને તેને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરેલ છે






Latest News