મોરબીમાં મહિલા કોર્પોરેટરના પતિએ લાચાર મહિલાને પૈસા આપ્યા બાદ દુષ્કર્મ આચર્યુ, પાંચ વર્ષ બાદ નોંધાયો ગુનો વાંકાનેરના ભલગામ નજીક જુગાર રમતા ચાર શખ્સો 13,700 ની રોકડ સાથે ઝડપાયા ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ
Breaking news
Morbi Today

ટંકારાના ધ્રુવનગર ગામે દવા વાળા ડબલાથી પાણી પી જતા ઝેરી અસર થવાથી યુવાન સારવારમાં


SHARE





ટંકારાના ધ્રુવનગર ગામે દવા વાળા ડબલાથી પાણી પી જતા ઝેરી અસર થવાથી યુવાન સારવારમાં

ટંકારા તાલુકાના ધ્રુવનગર ગામે રહેતો યુવાન ખેતરમાં દવા છાંટવાનું કામ કરી રહેતો દરમિયાન તેને તરસ લાગતાં તેને દવા વાળા ડબલાથી પાણી પી લીધું હતું જેથી કરીને તે યુવાનને ઝેરી અસર થવાથી યુવાનને તાત્કાલિક સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવવા અંગેની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે ટંકારા તાલુકાના ધ્રુવ નગર ગામે ખેતીમાં મજૂરી કામ કરતા હિતેશભાઈ રાયસીંગ માવી (૨૫) નામના યુવાનને ઝેરી અસર થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીની મંગલમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવના મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવેલી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ વિપુલભાઈ ફુલતરીયા ચલાવી રહ્યા હોય તેમની સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે હિતેશ માવી ખેતરમાં દવા છાંટવાનું કામ કરી રહ્યો હતો દરમિયાન તેને પાણીની તરસ લાગતાં તે દવા વાળા ડબલાથી ભૂલથી પાણી પી ગયો હોય તેને ઝેરી અસર થતા સારવાર માટે હાલમાં મોરબી લઈને આવ્યા છે અને આ બનાવ ટંકારા તાલુકા પોલીસની હદનો હોવાથી ત્યાં આ બનાવ અંગેની જાણ કરવા માટેની તજવીજ શરૂ કરેલ છે

ઝેરી દવા પીધી

વાંકાનેર તાલુકાના વાલાસણ ગામે રહેતા નિતેશ ચંદુભાઈ ફુલતરીયા (૨૯) નામનો યુવાન વાલાસણ ગામે હતો ત્યારે ત્યાં ઝેરી દવા પી જતાં તેને બેભાન હાલતમાં સારવાર માટે મોરબીની મંગલમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવવા અંગેની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ મોરબી એ ડિવીજન પોલીસ સ્ટેશનના વિપુલભાઈ ફુલતરીયા દ્વારા કરવામાં આવી હતી

અકસ્માતમાં ઇજા

મોરબી નજીક આવેલ રોટલી નગર ગામે રહેતા હરેશભાઈ ભલાભાઇ સોલંકી (૩૦) નામના યુવાનને ટીંબડી ગામના પાટીયા પાસે પેટ્રોલ પંપની સામે વાહન અકસ્માતના બનાવવામાં ઈજા થઈ હતી જેથી કરીને ઈજા પામેલા યુવાને પ્રથમ સારવાર માટે મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવેલ છે અને આ અકસ્માતના બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી આ બનાવની આગળ વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ફિરોજભાઈ સુમરા ચલાવી રહ્યા છે




Latest News