મોરબી જીલ્લામાં પેટ્રોલ-ડીઝલના જથ્થા બાબતે સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાઓથી દૂર રહેવા કલેકટરની લોકોને અપીલ માળીયા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠક ઉપર કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા માટે 52 આગેવાનોએ સેન્સ આપી મોરબી શહેર-જીલ્લામાં વાહન ચાલકોએ પેટ્રોલ-ડીઝલ માટે લાઈનો લગાવી, પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી-વિનોદભાઇ ડાભી ગુજરાત બાર કાઉન્સીલમાં સતત ચોથી વાર ચૂંટાયેલા દિલીપભાઇ પટેલનું મોરબીમાં વાજતે ગાજતે સ્વાગત કરાયું મોરબી સહિત ગુજરાતમાં વાવાઝોડું-કમોસમી વરસાદથી થયેલ નુકશાન સામે વળતર આપવા આપના આગેવાનની મુખ્યમંત્રીને રજૂઆત મોરબીમાં મહાપાલિકા દ્વારા નવા બનનારા ઓડિટોરીયમને મહારાજા મહેન્દ્રસિંહજી ઓડિટોરીયમ નામ આપવાની માંગ મોરબીમાં નોકરી અપાવવાના બહાને લઈ ગયા બાદ પરણીતા સાથે દુષ્કર્મ, આરોપીની ધરપકડ-જેલ હવાલે મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં ઘરની અંદર અંતિમ પગલુ ભરીને યુવાને જીવન ટૂંકાવ્યું


SHARE











મોરબીમાં ઘરની અંદર અંતિમ પગલુ ભરીને યુવાને જીવન ટૂંકાવ્યું

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં કુબેર ટોકીઝની પાછળના ભાગમાં આવેલ મફતિયાપરા વિસ્તારમાં રહેતા યુવાને પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેનું મોત નિપજયુ હતુ અને ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણમાં મળતી વિગત પ્રમાણે મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ કુબેર ટોકીઝની પાછળના ભાગમાં મફતિયાપરામાં રહેતા સંજયભાઈ માનસિંગભાઈ પરમાર (૨૬) નામના યુવાને પોતે પોતાના ઘરે હતો ત્યારે કોઈકારણોસર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેનું મોત નિપજ્યુ હતુ ત્યારબાદ મૃતક યુવાનના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી આ બનાવ અંગેની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવવાની વધુ તપાસ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના જે.જે. ડાંગર ચલાવી રહ્યા હો જાણવા મળેલ છે.

બાઈક સ્લીપ થતા અકસ્માત

મોરબી નજીકના રંગપર ગામે રહેતા ઈશ્વરભાઈ દાનાભાઈ સાગઠીયા (૩૯) અને ગૌરવભાઈ ધરમશીભાઈ સાગઠીયા (૧૯) બંને ડબલ સવારી બાઈકમાં મોરબીમાં ત્રિકોણબાગ પાસે આવેલ જલારામ કાપડ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે અકસ્માતે ત્યાં બાઇક સ્લીપ થઈ ગયુ હતુ અને અકસ્માતના બનાવમાં બને યુવાનને ઈજા થઈ હોવાથી ઇજાગ્રસ્તોને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી એ ડિવઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે

અકસ્માતમાં ઇજા

મોરબીના વાવડી રોડ ઉપર રહેતો રાજન મધુસુદનભાઈ (૨૮) નામનો યુવાન મોરબીના જેલ રોડ ઉપર બીએસએનએલની ઓફિસ પાસેથી બાઈક લઈને પસાર થતો હતો ત્યારે કોઈ કારણોસર તેનુ બાઇક સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને અકસ્માતના બનાવમાં રાજનને ઈજાઓ થઇ હોવાથી તેને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બંને અંગેની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News