મોરબીમાં કારખાને જવાનું કહીને નીકળેલ યુવાન ૧૦ દિવસથી ગુમ મોરબીના વઘાસીયા ટોલનાકા પાસે બાઈક ચાલકને અજાણ્યા કાર ચાલકે હડફેટ લેતા માથામાં ઇજા મોરબી : વાંકાનેરના દિધલીયા ગામે ભત્રીજા સાથે ઝઘડો કરતાં ઈસમને સમજાવવા જતાં છરી વડે હુમલો મોરબી જીલ્લામાં પેટ્રોલ-ડીઝલના જથ્થા બાબતે સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાઓથી દૂર રહેવા કલેકટરની લોકોને અપીલ માળીયા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠક ઉપર કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા માટે 52 આગેવાનોએ સેન્સ આપી મોરબી શહેર-જીલ્લામાં વાહન ચાલકોએ પેટ્રોલ-ડીઝલ માટે લાઈનો લગાવી, પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી-વિનોદભાઇ ડાભી ગુજરાત બાર કાઉન્સીલમાં સતત ચોથી વાર ચૂંટાયેલા દિલીપભાઇ પટેલનું મોરબીમાં વાજતે ગાજતે સ્વાગત કરાયું મોરબી સહિત ગુજરાતમાં વાવાઝોડું-કમોસમી વરસાદથી થયેલ નુકશાન સામે વળતર આપવા આપના આગેવાનની મુખ્યમંત્રીને રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીના લાલપર ગામ પાસેથી ૪૫ એટીએમ અને ૧૫ ચેકબુક સાથે હરિયાણાનો એક શખ્સ ઝડપાયો


SHARE











મોરબીના લાલપર ગામ પાસેથી ૪૫ એટીએમ અને ૧૫ ચેકબુક સાથે હરિયાણાનો એક શખ્સ ઝડપાયો

મોરબી તાલુકાના લાલપર ગામ પાસેથી શંકાસ્પદ હાલતમાં બાઇક લઇને પસાર થયેલા શખ્સને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી ૪૫ જેટલા એટીએમ કાર્ડ અને ૧૫ ચેકબુક મળી આવતા પોલીસે શકપડતી મિલકત તરીકે મુદા મલ્લે કબજે કર્યો હતો અને તેની અટકાયત કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ડીસ્ટફના પી.એસ.આઇ. વી.જી. જેઠવા તથા તેઓની ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન મોરબી તાલુકાના મકનસર ગામ પાસે ગોકુલ નગરમાં હાલ રહેતો મૂળ હરિયાણાના પલવલનો રહેવાસી ફનુસ હબીબખાન મેણુ જાતે મુસ્લિમ (૨૧) બાઇક નંબર એચ.આર. ૨૮ સી ૧૩૧૮ લઈને લાલપર ગામ પાસેથી પસાર થઈ રહ્યો હતો દરમિયાન ડી સ્ટાફની ટીમ દ્વારા તેને રોકવામાં આવ્યો હતો અને તેને ચેક કરવામાં આવતા તેની પાસેથી ૪૫ જેટલા જુદી જુદી બેંકના એટીએમ કાર્ડ મળી આવ્યા હતા તેમજ ૧૫ જેટલી ચેક બુકો મળી આવી હતી જેથી કરીને શક પડતી મિલકત તરીકે પોલીસે એટીએમ કાર્ડ, ચેકબુક વગેરે મુદ્દા માલને કબજે કર્યો હતો અને ૪૧ (૧)(ડી) મુજબ તેની અટકાયત કરી આગળની રાબેતા મુજબની તપાસ શરૂ કરી હતી વધુમાં જાણવા મળતી વિગત પ્રમાણે અગાઉ ફનુસ મેણુ મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આવેલા ટ્રાન્સપોર્ટની ઓફિસમાં કામ કરતો હતો જો કે તે ટ્રાન્સપોર્ટની ઓફિસ છેલ્લા ઘણા સમયથી બંધ થઈ ગઈ છે અને હાલમાં તેની પાસેથી મળી આવેલા ૪૫ જેટલા એટીએમ કાર્ડ અને ૧૫ ચેકબુક વિશે આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ ની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે

બાઈક સ્લીપ થતા અકસ્માત

મોરબીના રાજપર રોડ ઉપર વાડી વિસ્તારમાં રહીને મજૂરી કામ કરતા સુશીલાબેન કનુભાઈ મોહનિયા (૪૨) નામની મહિલા બાઇકમાં પાછળ બેસીને રાજપર ગામે દવા લેવા માટે જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં કોઈ કારણોસર બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને અકસ્માતના બનાવવામાં સુશીલાબેન મોહનિયા ને ઇજાઓ થઈ હોવાથી સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના એન.જે. ખડીયા ચલાવી રહ્યા છે

અકસ્માતમાં ઇજા

મોરબી શહેરના સનાળા બાયપાસ પાસે ભક્તિનગર સર્કલ નજીક આવેલ તુલસી પાર્કમાં રહેતો ભરત બચુભાઈ બોરીચા (૪૬) નામનો યુવાન લોડર લઈને સામાકાંઠા વિસ્તારમાં આવેલ રોલેક્સ સિરામિકમાં જતો હતો ત્યારે શ્રીજી સિરામિક પાછળના ભાગમાં લખધીરપુર રોડ કેનાલમાં લોડર સહિત પડી ગયો હતો જેથી કરીને તે યુવાનને ઇજા થઇ હોવાથી ઇજાગ્રસ્ત હાલતમાં તે યુવાનને સારવાર માટે મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી આ બનાવની આગળ વધુ તપાસ વી.એસ. ડાંગર ચલાવી રહ્યા છે




Latest News