મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાની પુણ્યતિથિએ યોજાયેલ બ્લડ ડોનેશન કેમ્પમા ૬૩૫ લોકોએ કર્યું રક્તદાન


SHARE







મોરબી જીલ્લામાં સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાની પુણ્યતિથિએ યોજાયેલ બ્લડ ડોનેશન કેમ્પમા ૬૩૫ લોકોએ કર્યું રક્તદાન

સહકારી પ્રવૃત્તિના માધ્યમથી ખેડુતો માટે અનેક યોજનાઓ બનાવી ખેડુતોના હામી બન્યા તેમજ કન્યા કેળવણી માટે અધતન સંકુલના નિર્માણ કર્યા સાથે અનેક સામાજિક સંસ્થાઓની સ્થાપના કરી અને રાજકિય ક્ષેત્રે પણ મજબુતાઇથી લોકોની સેવા કરનારા ખેડુત નેતા સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાની ચોથી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે મોરબી માર્કેટીંગ યાર્ડમાં તેમજ મીતાણા ગામે આવેલ શાળામાં સર્વ જ્ઞાતિય અને સહકારી પરિવાર દ્વારા બ્લડ ડોનેશન કેમ્પના આયોજન કરવામાં આવ્યા હતા જેમાં મોરબી ખાતે સંસ્કાર બ્લડ બેંક અને પ્રભુનગર(મિતાણા) શ્રી બહુચર વિધાલય ખાતે મોરબી સિવિલ હોસ્પિટલ તેમજ રેડ ક્રોસ બ્લડ બેંક રાજકોટ દ્વારા બ્લડ એકત્રિત કરવામાં આવ્યું હતું સાથે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું ત્યારે મોરબીમાં રાજકોટ જીલ્લા બેંકના વાઇસ ચેરમેન તેમજ સહકારી આગેવાન મગનભાઈ વડાવિયા, જીલ્લા બેંકના સીઇઓ વી.એમ સખિયા, મેનેજર પી.એલ. બોડાએ કેમ્પને ખુલ્લો મુકયો હતો તેવી જ રીતે પ્રભુનગરની શાળામાં સાંસદ મોહનભાઈ કુંડારિયા, ધારાસભ્ય દુર્લભજીભાઇ દેથરીયા, મોરબી માર્કેટીંગ યાર્ડના ચેરમેન ભવાનભાઈ ભાગિયાએ કેમ્પને ખુલ્લો મૂક્યો હતો આ તકે રકતદાતાઓને ભેટ અને સન્માનપત્ર પણ આપવામાં આવ્યા હતા. અને મોરબીમાં ૨૬૪ તેમજ પ્રભુનગર(મિતાણા)માં ૩૭૧ બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા મગનભાઈ વડાવિયા, ભવાનભાઈ ભાગિયા, અરવિંદભાઈ દુબરીયા, કાનજીભાઈ ભાગિયા, ગણેશભાઈ નમેરા, મંગળજીભાઇ સુવાગિયા, બળવંતભાઈ કોટડીયા, અમુતલાલ વિડજા, તેમજ નરેન્દ્રભાઇ સંધાત, અનિલભાઈ વડાવિયા, ધનજીભાઈ કુંડારિયા, મયુરભાઈ દેવડા, અમરશીભાઇ દેત્રોજા, મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કેશુભાઈ રૈયાણી સહિતના આગેવાનો હાજર રહ્યા હતા






Latest News