મોરબીમાં મહિલા કોર્પોરેટરના પતિએ લાચાર મહિલાને પૈસા આપ્યા બાદ દુષ્કર્મ આચર્યુ, પાંચ વર્ષ બાદ નોંધાયો ગુનો વાંકાનેરના ભલગામ નજીક જુગાર રમતા ચાર શખ્સો 13,700 ની રોકડ સાથે ઝડપાયા ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ
Breaking news
Morbi Today

ટંકારા નજીક કલ્યાણપરના પાટીયા પાસેથી ટ્રક ચાલકે બાઈકને હડફેટે લેતા ઇજા પામેલા આધેડનું મોત


SHARE





ટંકારા નજીક કલ્યાણપરના પાટીયા પાસેથી ટ્રક ચાલકે બાઈકને હડફેટે લેતા ઇજા પામેલા આધેડનું મોત

ટંકારા તાલુકાના કલ્યાણપર ગામના પાટીયા પાસેથી બાઈક લઈને આધેડ પસાર થઈ રહ્યા હતા ત્યારે ટ્રક ચાલકે બેફિકરેથી પોતાનો ટ્રક ચલાવીને વાહનને બ્રેક લગાવી તેમ છતાં પણ બાઇકને હડફેટે લીધું હતું જેથી કરીને આધેડને ગંભીર ઇજા થયેલ હોવાથી તેને સારવાર માટે પહેલા ટંકારા અને ત્યાંથી વધુ સારવાર માટે મોરબી લઈને આવ્યા હતા જોકે સારવાર દરમિયાન ઇજાગ્રસ્ત આધેડનું મોત નીપજયું છે જેથી આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જણ આવતા પોલીસે બનાવવી નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવી જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના ઓટાળા ગામે રહેતા ધનજીભાઈ વશરામભાઈ દેસાઈ (૫૦) નામના આધેડ પોતાનું બાઈક લઈને ટંકારા તાલુકાના કલ્યાણપર ગામના પાટીયા પાસેથી પસાર થઈ રહ્યા હતા વાહન અકસ્માતના બનાવમાં તેને ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબી લઈને આવ્યા હતા ત્યાં સારવાર દરમ્યાન તેનું મોત નીપજયું છે દરમ્યાન આ બનવાની તપાસ કરી રહેલા ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનના ઇમ્તિયાઝભાઈ જામ સાથે વાત કરતાં તેમણે જણાવ્યુ હતું કે, મૃતક આધેડ રોડ સાઈડમાં હતા દરમ્યાન ટ્રક ચાલકે બેફિકરાયથી પોતાનો ટ્રક ચલાવ્યો હતો અને પોતાના વાહનને બ્રેક લગાવી તેમ છતાં પણ તેને બાઈકને લીધું હતું જેથી ધનજીભાઈ દેસાઈને ઇજાઓ થઈ હોવાથી પ્રથમ સારવાર માટે તેને ટંકારા લઈ આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા જોકે સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસ દ્વારા ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને મૃતકના પરિવારજનની ફરિયાદ લેવા માટે તજવીજ શરૂ કરી છે

બાઇક સ્લીપ

મોરબી તાલુકાના આમરણ ગામે રહેતો પિયુષ પ્રાણલાલ માવદીયા (૪૯) નામના આધેડ મોરબીના વાવડી રોડ ઉપર આવેલ દરગાહ પાસેથી પોતાનું બાઈક લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે અકસ્માતે ત્યાં તેનું બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને અકસ્માતના બનાવમાં પિયુષભાઈને ઇજાઓ થઈ હોવાથી તેને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવવા અંગેની હોસ્પિટલ મારફતે મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે અને આ બનાવની વધુ તપાસ વિપુલભાઈ પટેલ ચલાવી રહ્યા છે

અકસ્માતમાં ઇજા

રાજકોટના કોઠારીયા રોડ ઉપર આવેલ ન્યુ ગણેશ શેરી નં-૪ માં રહેતા મુકેશભાઈ બાબુલાલ ટાંક (૪૯) નામના આધેડ પોતાનું બાઈક લઈને મોરબી રાજકોટ હાઇવે ઉપર આવેલ અજંતા કંપની પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે અજંતા કંપની નજીક તેનું બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં તેઓને ઈજા થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની વધુ તપાસ વિપુલભાઈ પટેલ ચલાવી રહ્યા છે




Latest News