મોરબી જિલ્લા-5 તાલુકા પંચાયતના પ્રમુખ પદ માટેનું રોટેશન જાહેર કરાયું ઈરાન-ઇઝરાયલનું યુદ્ધ મોરબીમાં આવેલ વિશ્વ કક્ષાના સિરામિક ઉદ્યોગનો મૃત્યુ ઘંટ વગાડશે !: નેચરલ-પ્રોપેન ગેસના ભાવમાં બમણો વધારો રેકોર્ડ બ્રેક સંખ્યા: મોરબીમાં સમસ્ત જૈન સમાજની સંયુક્ત આયંબિલ ઓળીમાં તપસ્વીઓનો આંકડો ૫૫૧ સુધી પહોચ્યો મોરબીની ગજાનન પાર્ક સોસાયટીમાં રામ નવમીની શોભાયાત્રા સાથે ભવ્ય ઉજવણી કરાઇ મોરબીમાં બે અને ટંકારામાં એક વિદેશી દારૂની રેડ: 337 બોટલ દારૂ ઝડપાયો, બે આરોપી પકડાયા-બેની શોધખોળ મોરબી અગાઉ કરેલ ફરિયાદ અને રૂપિયાની લેતી દેતીનો ખાર રાખીને યુવાનને ફોન ઉપર ધાક ધમકી વાંકાનેરમાં અપમૃત્યુના બે બનાવ: બીમારીથી કંટાળીને મહિલાએ કર્યો આપઘાત-લુહારની વાડી પાસે હાર્ટ એટેકથી વૃદ્ધનું મોત વાંકાનેરમાં શનિવારે ગાયત્રી શકિતપીઠનો 34મો પાટોત્સવ ઉજવાશે
Breaking news
Morbi Today

મોરબીના લાલપર ગામે વ્યસન મુક્તિ-જાગૃતિની ચિત્ર સ્પર્ધા યોજાઇ


SHARE











મોરબીના લાલપર ગામે વ્યસન મુક્તિ-જાગૃતિની ચિત્ર સ્પર્ધા યોજાઇ

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લાલપર અને મોરબી ડીસ્ટ્રીકટ ટોબેકો કંટ્રોલ સેલના સયુંકત ઉપક્રમે પાનેલી પ્રાથમિક શાળા ખાતે વિદ્યાર્થીઓમાં તમાકુના વ્યસન અંગેની જાગૃતિ અર્થે એક ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સ્પર્ધામાં ધો ૬ થી ૮ ના કુલ ૧૧૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ હતો અને વિદ્યાર્થીઓએ પોતાની અલગ શૈલીમાં વ્યસનની અસરો અંગે સમજ આપતા વિવિધ ચિત્રો દોરવામાં આવેલ હતા ત્યારબાદ ડીસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલના સોશ્યલ વર્કર તેહાન શેરસીયા દ્વારા વિદ્યાર્થીઓને વ્યસનથી થતા નુકશાન તેની શારીરિક અસરો, આર્થિક અસરો અંગે સમજ આપવામાં આવેલ હતી અને  ત્યારબાદ સ્પર્ધામાં વિજેતા થનાર પ્રથમ ત્રણ વિદ્યાર્થીઓને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લાલપર દ્વારા પ્રોત્સાહન રૂપે ઇનામ આપવામાં આવ્યા હતા અને પ્રા.આ. કેન્દ્રના સુપરવાઈઝર દીપકભાઈ વ્યાસ દ્વારા વિદ્યાર્થીઓને પોતે વ્યસન મુક્ત રહેવા અને પોતાના પરિવારને વ્યસન મુક્ત બનાવવા અંગેનો સંકલ્પ લેવા અનુરોધ કર્યો હતો, અને અંતે શાળાના શિક્ષક દ્વારા કાર્યક્રમને અનુરૂપ પ્રવચન આપીને ડીસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલ અને પ્રા.આ.કેન્દ્ર લાલપરનો આભાર વ્યક્ત કર્યો હતો આ કાર્યક્રમમાં જિલ્લા એસ.એચ.એ. શૈલેષ પારજીયા, સી.એચ.ઓ-પાનેલી, એફ.એચ.ડબલ્યુ પણ ઉપસ્થિત રહેલ હતા






Latest News