મોરબી તાલુકા પોલીસે ઓપરેશન મિલાપ અંતર્ગત ગુમ-અપહરણ થયેલ ૩૬ લોકોનું પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં ઓનલાઈન 100 કુર્તિ મંગાવનારા યુવાન સાથે છેતરપિંડી કરનાર આરોપી સુરતમાંથી ઝડપાયો મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટ સંકુલમાં સફાઈ-ગટર લાઇનના નિકાલની કામગીરી પૂર્ણ મોરબીના નહેરુ ગેટ ચોક, રવાપર અને શનાળા રોડ સહિતના માર્ગો ઉપરથી દબાણો હટાવ્યા નારી વંદન ઉત્સવ: મોરબી-વાંકાનેર ખાતે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરાઈ મોરબીની ઓમવીવીઆઈએમ કોલેજ ખાતે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરાઈ મોરબી જિલ્લામાં ૨૫ ઓગસ્ટે યોજાશે જિલ્લા સ્વાગત કાર્યક્રમ: કલા મહાકુંભ ૨૦૨૬-૨૭ ના રજીસ્ટ્રેશનની મુદત લંબાવાઈ મોરબીના વીરપરડા ગામના કુવાને લઈને ચાલતી અફવાઓથી દૂર રહેવા જિલ્લા કલેકટર સ્વપ્નિલ ખરે એ કરી અપીલ
Breaking news
Morbi Today

મોરબીમાં યોજાનાર “ફિટ ઇન્ડિયા ફ્રિડમ રન” માં ૭૫ યુવાનો ભાગ લેશે


SHARE







મોરબીમાં યોજાનાર ફિટ ઇન્ડિયા ફ્રિડમ રન” માં ૭૫ યુવાનો ભાગ લેશે

નહેરુ યુવા કેન્દ્ર મોરબી યુવા કાર્યક્રમ અને રમત મંત્રાલય ભારત સરકાર અને જે.એ. પટેલ મહિલા કોલેજ મોરબી દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે તારીખ ૨૫મી સપ્ટેમ્બર ૨૦૨૧ ના રોજ ફીટ ઇન્ડિયા ફ્રિડમ રન” નું આયોજન કરવામાં આવેલ છે.
 

જિલ્લા યુવા અધિકારી સચિન પાલના જણાવ્યા અનુસાર તારીખ ૧૩મી ઓગસ્ટ-૨૦૨૧ થી ૨જી ઓક્ટોબર ૨૦૨૧ સુધી આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે રાષ્ટ્રવ્યાપી ફિટ ઇન્ડિયા ફ્રિડમ રન” નું આયોજન સમગ્ર ભારતમાં કરવામાં આવેલ છે. આ અનુસંધાનમાં મોરબી જિલ્લામાં ૨૫મી સપ્ટેમ્બર-૨૦૨૧ના રોજ ફિટ  ઇન્ડિયા ફ્રિડમ રન” નું આયોજન કરવામાં આવેલ છે. યુવાનો પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત થાય અને ફિટનેસ કા ડોઝ આધા ઘંટા રોજ ના સૂત્રને અંગીકાર કરીને ફિટનેસને પોતાના જીવનનું એક ભાગ બનાવે તે કાર્યક્રમનો મુખ્ય હેતુ છે. આ કાર્યક્રમ ૭૫ યુવાનો ભાગ લેશે.

 

આ કાર્યક્રમ અંતર્ગત શ્રીમતી જે.એ. પટેલ  મહિલા કૉલેજ છાત્રાલય રોડ થી જીઆઇડીસી રોડશનાળા રોડસરદાર બાગ થી જે.એ.પટેલ મહિલા કોલેજ સુધી દોડ લગાવવામાં આવશે. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે  સાંસદ સભ્ય  મોહનભાઈ કુંડારિયાજિલ્લા કલેકટરજિલ્લા વિકાસ અધિકારીપોલીસ અધિક્ષકપ્રાંત અધિકારીમોરબી પાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખપાલિકાના ચીફ ઓફિસર ઉપસ્થિત રહેશે. અને કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ યુવાનોને સર્ટીફીકેટ તથા પ્રથમ ત્રણ  વિજેતાને મહાનુભાવોના હસ્તે ટ્રોફી એનાયત કરવામાં આવશે. આ કાર્યક્રમનું સમગ્ર આયોજન જિલ્લા યુવા અધિકારી સચિન પાલજે.એ. પટેલ મહિલા કૉલેજ આચાર્ય ડૉ. પી.કે. પટેલ અને એન. એસ. એસ. પ્રોગ્રામ ઓફિસર પ્રો. વનિતા કગથરા દ્વારા કરવામાં આવેલ છે.






Latest News