​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીના બાયપાસ રોડ ઉપરથી 10 જેટલા કાચા પાકા દબાણોને મનપાની ટીમે તોડી પાડ્યા મોરબીમાં ઘરેલુ હિંસાથી પીડિત સગર્ભા મહિલાને અજુગતુ પગલુ ભરતા બચાવતી 181 અભયમ ટીમ
Breaking news
Morbi Today

મોરબીના નાના દહીંસરા ગામે ઝેરી દવા પી લેતા યુવતી સારવારમાં


SHARE











મોરબીના નાના દહીંસરા ગામે ઝેરી દવા પી લેતા યુવતી સારવારમાં

મોરબી જિલ્લાના માળીયા મીંયાણા તાલુકામાં આવતા નાના દહીંસરા ગામે યુવતીએ કોઈ કારણોસર કપાસમાં છાંટવાનો ઝેરી દવાનો પાઉડર પી લીધો હતો જેથી તેણીને સારવાર માટે મોરબી ખસેડવામાં આવી હતી.

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ તેમજ માળીયા(મિં.) પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, માળીયા તાલુકાના નાના દહીંસરા ગામે રહેતી ધરતીબેન રજનીકાંતભાઈ ભટાસણા જાતે પટેલ નામની ૧૬ વર્ષીય યુવતીએ કપાસમાં છાંટવાની ઝેરી દવાનો પાઉડર પી લેતા તેણીને સારવાર માટે અહીંની મંગલમ હોસ્પિટલે ખસેડવામાં આવી હતી.જેથી એ ડિવિઝન પોલીસ મથકના વી.પી.છાસીયાએ પ્રાથમિક તપાસ કરીને બનાવ સંદર્ભે માળીયા પોલીસને જાણ કરતાં માળીયા પોલીસ મથકના એચ.એમ.મકવાણાએ તપાસ કરી હતી જેમાં ખૂલ્યુ હતુ કે ધરતીબેને ભૂલથી ઝેરી પાઉડર પી લેતા ઉપરોક્ત બનાવ બન્યો હતો.

વર્લીના આંકડા લેતો એક પકડાયો

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટાફ શહેરના જુના બસ સ્ટેશન પાસે રાઉન્ડમાં હતો તે દરમિયાન આરીફ મુસ્તાક બ્લોચ જાતે મકરાણી (રહે.મકરાણીવાસ સબજેલ પાસે) નામનો ૪૦ વર્ષીય શખ્સ બસ સ્ટેશન પાસે આવતા-જતા લોકો પાસેથી વર્લી જુગારના આંકડા લખતો હોય એને જુગાર રમતો-રમાડતો મળી આવ્યો હોય તેની રોકડા રૂપિયા ૫૦૦ સાથે ધરપકડ કરીને જૂગારધારા હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી.

મારામારીમાં ઇજા

મોરબીની સબ જેલ સામે આવેલ વણકરવાસ વિસ્તાર નજીક રહેતા સોનલબેન હમીરભાઇ નારોલ નામની ૩૫ વર્ષીય મહિલાને ગઈકાલે સવારે આઠેક વાગ્યે તેણીના ઘર પાસે થયેલ મારામારીના બનાવમાં ઇજાઓ થતાં તેઓને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતા બનાવની નોંધ કરીને એ ડીવીઝન પોલીસે તપાસ હાથ ધરી છે.






Latest News