​​​​​​​મોરબીના કલેકટરે છત્તર ગ્રામ પંચાયત, આરોગ્ય કેન્દ્ર, આંગળવાડી અને પ્રાથમિક શાળાની લીધી મુલાકાત માળીયા-હળવદ શહેર અને મોરબી ગ્રામ્ય વિસ્તારમાં નવી સરકારી અનાજની દુકાનો ખોલવા માટે અરજીઓ મંગાવાઈ મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ ૫૬ કરોડના ખર્ચે બનશે ૭૫૦ મીટર લાંબો ફ્લાયઓવર NABARD અને કેન્દ્ર-રાજ્ય સરકારના સહયોગથી મોરબીની PACS માં ડિજિટલ ભારતનું સ્વપ્ન સાકાર મોરબીમાં યુવા ઉદ્યોગપતિ જગદિશ પનારાના ઘરે રાજકુમારદાસજી મહારાજે કરી પધરામણી દિવાળીએ અનોખું અભિયાન: મોરબીના નાના વેપારીઓ પાસેથી યંગ ઇન્ડિયા ગ્રુપે કરી દિવાળીની ખરીદી મોરબીમાં ખાણી પીણીના ૯૫ ધંધાર્થીઓને ત્યાં મનપાનું ચેકિંગ: બળી ગયેલ તેલ, વાસી પાસ્તા, એક્સપાયરી ડેટ વાળા ચોકો ચિપ્સ, ચવાણા અને ચોરાફરીનો કર્યો નાશ મોરબીમાં દિવાળીના પર્વે કર્મચારીઓ પ્રત્યે લાગણી અને જવાબદારીનું અનોખું ઉદાહરણ!
Breaking news
Morbi Today

મોરબીના બેલા નજીક ટ્રકમાંથી ૨૯,૯૯૦ ના મોબાઇલની ચોરી


SHARE









મોરબીના બેલા નજીક ટ્રકમાંથી ૨૯,૯૯૦ ના મોબાઇલની ચોરી

મોરબીના બેલા રોડ ઉપર આવેલ સીરામીક કારખાનાના ગેટ પાસે ટ્રક પાર્ક કરીને રાખ્યો હતો જે ટ્રકમાંથી કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ૨૯,૯૯૦ રૂપિયાની કિંમતના મોબાઇલની ચોરી કરવામાં આવેલ છે જેથી હાલમાં ભોગ બનેલા યુવાન દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મોબાઇલ ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ રાજસ્થાનના ચોખલા ગામના રહેવાસી અને હાલમાં મોરબીની રવિરાજ ચોકડી પાસે ટાટાના શોરૂમ નજીક શિવ શંકર લોજિસ્ટિક ટ્રાન્સપોર્ટમાં રહેતા અને કામ કરતા અલસારામ કેસારામ ચૌધરી જાતે જાટ (૨૩)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, મોરબીના બેલા રોડ ઉપર આવેલ બેન્ટા સીરામીક કારખાનાના ગેટની બહારના ભાગમાં ટ્રક પાર્ક કરીને મૂક્યો હતો તે ટ્રકમાંથી કોઈ અજાણ્યા શખ્સ દ્વારા વીવો કંપનીનો વી-૨૩ મોડલનો ૨૯,૯૯૦ રૂપિયાની કિંમતનો મોબાઈલ ફોન ચોરી કરી ગયેલ છે જેથી ભોગ બનેલા યુવાન દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે મોરબી તાલુકા પોલીસે ચોરીનો ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

દેશી દારૂ

વાંકાનેર તાલુકાના રંગપર ગામે રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમી મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે કુલદીપભાઈ ખાચરના ઘરમાંથી દેશી દારૂનો ૧૮૦ લીટર જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે ૩૬૦૦ રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કરી કુલદીપભાઈ રાજુભાઈ ખાચર જાતે કાઠી દરબાર (૨૩) રહે. રંગપર તાલુકો વાંકાનેર વાળાની ધરપકડ કરેલ છે




Latest News