મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

વાંકાનેરના શક્તિપરામાં જાહેરમાં જુગાર રમતા સાત જુગારી પકડાયા


SHARE











વાંકાનેરના શક્તિપરામાં જાહેરમાં જુગાર રમતા સાત જુગારી પકડાયા

વાંકાનેરના શક્તિપરામાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા સાત શખ્સો મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે ૧૦,૪૦૦ નો મુદ્દા માલ કબજે કર્યો હતો અને તેની સામે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર સીટી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે શક્તિપરા વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે રહીમભાઈ અહેમદભાઈ ચાવડા (૪૨), રાજેશભાઈ રમેશભાઈ સાગઠીયા (૨૨), ભરતભાઈ જગદીશભાઈ ડાભી (૨૪), રાજકુમાર જગદીશભાઈ ડાભી (૧૮), દેવદિપભાઈ જગદીશભાઈ ડાભી (૧૮), દેવજીભાઈ વાઘજીભાઈ મકવાણા (૨૨) અને રવિ મોહનભાઈ સુરેલા (૨૬) રહે. બધા વાંકાનેર વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેની પાસેથી ૧૦,૪૦૦ ની રોકડ કબજે કરી હતી અને તેની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

વરલી જુગાર

હળવદ તાલુકાના ચરાડવા ગામે બસ સ્ટેશન સામે જાહેરમાં વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાના બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે વરલી જુગારના આંકડા લેતા દિપસંગભાઇ લાખાભાઈ ચિત્રા જાતે રજપુત (૪૩) રહે. સ્વામિનારાયણ મંદિર પાસે ચરાડવા વાળો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ૧૨૨૦ રૂપિયાની રોકડ કબજે કરી હતી અને તેની સામે જુગારધારા હેઠળ આગળની કાર્યવાહી કરેલ છે






Latest News