મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી
Breaking news
Morbi Today

હળવદની ખનીજ ચોરીના ગુનામાં ચાર માસથી ફરાર આરોપી પકડાયો


SHARE







હળવદની ખનીજ ચોરીના ગુનામાં ચાર માસથી ફરાર આરોપી પકડાયો

હળવદમાં સ્ટેટ મોનિરિંગ સેલની ટીમે થોડા સમય પહેલા ખનીજ ચોરીની રેડ કરી હતી અને આરોપીઓ તેમજ કરોડો રૂપિયાનો મુદામાલ કબ્જે કર્યો હતો જે ગુનામાં છેલ્લા ૪ માસથી ફરાર આરોપીને એલસીબીની ટીમે પકડીને હાલમાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશને સોપવામાં આવેલ છે

મોરબી જિલ્લા એસપી રાહુલ ત્રિપાઠીની સૂચના મુજબ એલસીબી પીઆઇ ડી.એમ. ઢોલ અને તેની ટિમ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે પેરોલ ફર્લો સ્કોડના ચંન્દ્રકાંતભાઇ વામજા, જયેશભાઇ વાઘેલા, બ્રિજેશભાઇ કાસુન્દ્રા અને વિક્રમભાઇ રાઠોડને ખાનગી હકિકત મળી હતી જેના આધારે હળવદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ આઇપીસી કલમ- ૧૨૦બી, ૩૭૯, ૧૧૪ તથા એમએઆરડી એકટની કલમ-૪(એ), ૨૧ મુજબના ગુન્હાના કામે નાસતા ફરતા આરોપી હઠીસંગ ભુપતભાઇ ટાંક રહે. કળમાદ તાલુકો મુળી વાળો તેના રહેણાંક મકાન પાસે રહેલ દુકાન પાસે બેઠેલ હોવાની હકીકત આધારે આરોપી હઠીસંગ ભુપતભાઇ ટાંક જાતે રજપુત (૪૪) ની ધરપકડ કરેલ છે અને મોરબી સીટી બી ડીવીઝન પોલીસને આરોપી સોપી આપવામાં આવેલ છે #morbitoday






Latest News