મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીના રંગપર પાસે અકસ્માત સર્જીને વૃદ્ધનું મોત નિપજાવનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો


SHARE







 મોરબીના રંગપર પાસે અકસ્માત સર્જીને વૃદ્ધનું મોત નિપજાવનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો

મોરબી તાલુકાના રંગપર ગામ પાસે સોમનાથ પેટ્રોલ પંપ નજીક અજાણ્યા ટ્રક ચાલકે સાયકલને હડફેટે લીધી હતી અને જેથી કરીને ઇજા પામેલા વૃદ્ધને સારવારમાં ખસેડાયા હતા જો કે, વૃદ્ધનું મોત નીપજયું હતું જે બનાવમાં હાલમાં મૃતકના દીકરા દ્વારા અજાણ્યા ટ્રકના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી નજીકના મહેન્દ્રનગર ગામ પાસે સીએનજી પેટ્રોલ પંપની પાછળ ગણેશ નગર વિસ્તારમાં રહેતા રમણીકભાઈ ઉધમશીભાઇ પરમાર (૬૩) નામના વૃદ્ધ થોડા દિવસો પહેલા મોરબીના બેલા રોડ ઉપર આવેલ સીરામીક કારખાનામાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા હોય ત્યાંથી પોતાની નોકરી પૂરી કરીને સવારના ૮:૦૦ વાગ્યાના અરસામાં ઘર તરફ પરત આવી રહ્યા હતા ત્યારે રંગપર ગામ પાસે કોઈ અજાણ્યા ટ્રક ચાલકે તેઓની સાયકલને હડફેટે લીધી હતી. જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં રમણીકભાઈ પરમારને ઇજાઓ થઇ હોવાથી પ્રથમ સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલે અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સુધી લઈ ગયા હતા જોકે, ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત નીપજયું હતું અને આ બનાવ સંદર્ભે હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મૃતક વૃદ્ધના દીકરા રવિભાઈ રમણીકભાઈ પરમાર જાતે દરજી (૨૯) રહે. ગણેશનગર મહેન્દ્રનગર વાળાએ અજાણ્યા ટ્રક ચાલકની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

એક બોટલ દારૂ

ટંકારા તાલુકાના અમરાપર ગામે પુલિયા પાસેથી પસાર થઈ રહેલ શખ્સને ચેક કરવામાં આવ્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હોય પોલીસે ૩૦૦ ની કિંમતની દારૂની બોટલ કબજે કરી હતી અને આરોપી સાદુળભાઈ ઝાલાભાઇ લાંબરીયા જાતે ભરવાડ (૩૩) રહે ડેરીનાકા ટંકારા વાળાની ધરપકડ કરેલ છે






Latest News