ટંકારા તાલુકામાં વ્યાજના ગુનામાં સંડોવાયેલ શખ્સ પાસા હેઠળ જેલ હવાલે કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા સુખપર (રોહા) ખાતે સ્નેહમિલન-લોકડાયરાનું આયોજન મોરબીમાં લીલાપરથી ઉમિયા સર્કલ સુધીના બન્ને રોડ વન-વે: દલવાડી સર્કલથી લીલાપર અને ભક્તિનગરથી ઉમિયા સર્કલ સુધી દિવસે ભારે વાહનોની પ્રવેશ બંધી મોરબી ખાતે ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ અને બોયઝના ૧૧૮ બાળકોએ પોલીસ હેડક્વાર્ટર અને એસ.પી. કચેરીની લીધી મુલાકાત મોરબીમાં ભગવાન બિરસા મુંડાજીની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે કાર્યક્રમ યોજાશે ખેત બચાવો અભિયાન: મોરબી જીલ્લામાં યોજાયેલ ૩૨ પ્રાકૃતિક ખેતીની તાલીમોનો ૩,૨૦૦ થી વધુ ખેડૂતોએ લાભ લીધો મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ ૭ ફેબ્રુઆરી સુધી વન-વે મોરબીની વિદ્યાર્થીનીઓએ રાષ્ટ્રીય એકતા પર્વની પરેડમાં અદભુત નૃત્યકલાનું પ્રદર્શન કર્યું
Breaking news
Morbi Today

મોરબીમાં ગેંગ કેસના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ


SHARE









મોરબીમાં ગેંગ કેસના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ

મોરબી જિલ્લાના જુદા જુદા વિસ્તારની અંદર વાહન ચોરીની ઘટનાઓ બનતી હોય છે ત્યારે આ વાહન ચોરીની ઘટનાને ધ્યાને રાખીને ગેંગ કેસ કરવામાં આવ્યો હતો જેમાં એ ડિવિઝન પોલીસે હાલમાં વધુ એક આરોપીની ધરપકડ કરેલ છે.

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી શહેર અને જિલ્લાના જુદા જુદા વિસ્તારની અંદર વાહન ચોરીની ઘટનાઓ થોડા સમય પહેલા બની હતી ત્યારે જિલ્લા એલસીબીની ટીમે વાહન ચોર ટોળકીને ઝડપી લીધી હતી અને તેની પાસેથી દોઢ લાખની કિંમતના ચાર ચોરાઉ વાહનો કબજે કરેલ હતા ત્યાર બાદ આ આરોપીઓની સામે ગેંગ કેસ દાખલ કરવામાં આવ્યો હતો જે ગુનામાં અગાઉ પોલીસે ડાયાભાઈ અમરશીભાઈ વડેચા અને દેવજીભાઈ રમેશભાઈ કુવડીયાની ધરપકડ કરી હતી ત્યાર બાદ હાલમાં પીએસઆઈ કે.એચ. ભોચિયા દ્વારા આરોપી બાલુભાઈ દેવજીભાઇ વારિયા જાતે દેવીપૂજક (૪૫) હાલ રહે. રાજમોતી મિલની પાછળ મયૂરનગર ચુનારવાડા રાજકોટ મૂળ વારિયા તાલુકો સમી જિલ્લો પાટણ વાળાની ધરપકડ કરેલ છે અને હજુ એક આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી છે અને આ ગુનામાં હજુ એક આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી છે.




Latest News