મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબી: કરિયાવર વધુ લાવવા દબાણ કરતાં પતિ સહિતના પાંચ સામે ગુનો નોંધાયો


SHARE







મોરબી: કરિયાવર વધુ લાવવા દબાણ કરતાં પતિ સહિતના પાંચ સામે ગુનો નોંધાયો

મોરબીમાં ભવાની ચોક મસ્જિદ પાસે હાલમાં રહેતી મહિલાએ તેના પતિ સહિતના સાસરિયાઓ સામે ખોટા બહાના કાઢીને કરિયાવર વધુ લઈ આવવા માટે દબાણ કરતા હોવાની ફરિયાદ નોંધાવી છે જેના આધારે મોરબી મહિલા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે પતિ સહિતના પાંચ આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી પ્રમાણે હાલમાં મોરબી શહેરમાં આવેલ ભવાની ચોક પાસે મદીના મસ્જિદ નજીક રહેતા રૂકૈયાબેન આરીફભાઇ સલીમભાઇ ચાનીયા જાતે મુસ્લીમ (૩૦) એ મોરબી મહિલા પોલીસ સ્ટેશન ખાતે તેના પતિ આરીફભાઇ સલીમભાઈ ચાનીયા, સસરા સલીમભાઈ ચાનીયા, સાસુ સકીનાબેન ચાનિયા, નણંદ નફીસાબેન ચાનિયા અને ફિરદોષબેન ચાનીયાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે, આરોપીઓ તેને ઘરકામ બાબતે મેણાં ટોણાં મારતા હતા તેમજ ખોટા બહાના કાઢીને ગાળો આપીને કરિયાવર વધુ લાવવા માટે દબાણ કરતા હતા અને શારીરિક માનસિક ત્રાસ આપતા હતા જેથી પરણીતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી મહિલાના પતિ સહિત પાંચ વ્યક્તિઓની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે થઈને તજવીજ શરૂ કરેલ છે






Latest News