મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના ઝીંઝુડા ગામે બે સગા ભાઈઓને ક્રેન ચલાવવા કેમ આવતા નથી તેવું કહીને ચાર શખ્સોએ માર માર્યો


SHARE







મોરબીના ઝીંઝુડા ગામે બે સગા ભાઈઓને ક્રેન ચલાવવા કેમ આવતા નથી તેવું કહીને ચાર શખ્સોએ માર માર્યો

મોરબી તાલુકાના ઝીંઝુડા ગામે રહેતો યુવાન અને તેનો ભાઈ બંને ઘરે હાજર હતા ત્યારે તેઓ જેના કોન્ટ્રાક્ટમાં અગાઉ ક્રેન ચલાવવાનું કામ કરતા હતા તે ચાર શખ્સો ત્યાં આવ્યા હતા અને કેમ ક્રેન ચલાવવા માટે આવતા નથી તેવું કહ્યું હતું ત્યારે યુવાન અને તેના ભાઈએ કહ્યું હતું કે રોકડો પગાર આપે ત્યાં ક્રેન ચલાવવા માટે જવું છે જેથી રોષે ભરાયેલા શખ્સોએ લોખંડના પાઇપ વડે અને ઢીકાપાટુનો બંને ભાઈ સહિત ચાર વ્યક્તિઓને માર માર્યો હતો જેથી ઇજા પામેલા વ્યક્તિઓને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાંથી સારવાર લીધા બાદ આ બનાવ અંગેની યુવાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચાર સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી કરેલ છે

બનાવની જાણમાં મળતી વિગત પ્રમાણે મોરબી તાલુકાના ઝીંઝુડા ગામે સ્કૂલની બાજુમાં રહેતા ઇમરાનભાઈ નુરમામજભાઇ નોબે જાતે વાઘેર (૩૬)એ હાલમાં જાવેદબાપુ સાદીકબાપુ બચુબાપુ અને અજુદ્દીનબાપુની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તે જણાવ્યુ છે કે ચારેય આરોપીઓ તેના ઘર પાસે આવ્યા હતા ત્યારે ફરિયાદી અને તેનો ભાઈ અક્રમ ઘરે હાજર હતા અને અગાઉ નવલખી બંદર ખાતે તેમના ચાલતા કોન્ટ્રાક્ટમાં ક્રેન ચલાવવા માટે થઈને તે બંને જતા હતા જોકે આરોપીએ આવીને કેમ ક્રેન ચલાવવા માટે આવતા નથી અને બીજાના કોન્ટ્રાક્ટમાં કેમ ક્રેન ચલાવવા માટે જાવ છો તેવું કહ્યું હતું ત્યારે ફરિયાદી યુવાન અને તેના ભાઈએ કહ્યું હતું કે રોકડો પગાર આપે ત્યાં ડ્રાઇવિંગ કરવા જવાનું છે જેથી કરીને ઉશ્કેરી ગયેલા ચારેય શખ્સોએ ગાળો આપી હતી અને ગાળો આપવાની ના પાડતા રોસે ભરાયેલા જાવેદબાપુ અને સાદિકબાપુએ લોખંડના પાઇપ વડે માર માર્યો હતો જ્યારે અન્ય બે આરોપીઓએ ટીકા પાટીનો માર મારીને ઇજા કરી હતી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને ત્યારે જાસ્મીનબેન અક્રમભાઈ નોબે (૨૩) તેમજ અનવરભાઈ જાનમામદ નોબે (૨૩) નામના બે વ્યક્તિઓને પણ માર માર્યો હતો આમ કુલ મળીને મહિલા સહિત ચાર વ્યક્તિઓને માર માર્યો હોવાથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ ઇમરાનભાઈ દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચાર શખ્સો ની સામે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મારામારીમાં ઇજા

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં માળિયા ફાટક ચોકડી પાસે રહેતા ધીરુભાઈ વિરનાથભાઇ બાવાજી (૪૩) અને દયાબેન ધીરુભાઈ બાવાજી (૪૦)ને મારા મારીમાં ઇજા થઇ હતી જેથી કરીને ઇજાગ્રસ્ત બંને વ્યક્તિઓને સારવાર માટે ૧૦૮ મારફતે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેઓને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના એ.એમ. જાપડીયા ચલાવી રહ્યા છે






Latest News