મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના બેલા નજીક કારખાનામાં રિવર્સમાં આવેલ કારના ચાલકે હડફેટે લેતા દોઢ વર્ષની બાળકીનું મોત


SHARE







મોરબીના બેલા નજીક કારખાનામાં રિવર્સમાં આવેલ કારના ચાલકે હડફેટે લેતા દોઢ વર્ષની બાળકીનું મોત

મોરબી તાલુકાના બેલા ગામ પાસે બહુચર કાંટા પાછળ આવેલ કર્મ મિનરલ નામના કારખાનામાં કાર રિવર્સમાં લેતા સમયે દોઢ વર્ષની બાળકીને હડફેટે લીધી હતી જેથી તેને ગંભીર ઈજા થવાથી બાળકીનું મોત નીપજયું હતું જે બનાવમાં મૃતક બાળકીના પિતાએ કાર ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ એમપીના રહેવાસી અને હાલમાં મોરબીના જેતપર રોડ ઉપર આવેલ બેલા ગામ પાસે બહુચર કાંટાની પાછળ કર્મ મિનરલ નામના કારખાનામાં રહેતા અને ત્યાં મજૂરી કામ કરતા પ્રકાશભાઈ ચૌહાણ જાતે ભીલ (૨૦) એ કાર નંબર જીજે ૩૬ એફ ૩૩૧૦ ના ચાલક યતીનભાઈ કાંતિલાલ ઉઘરેજાની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, કારખાનામાં તેની દોઢ વર્ષની દીકરી જ્યોતિબેન રમી રહી હતી ત્યારે કાર ચાલકે બેફિકરાયથી પોતાની કાર રિવર્સમાં લીધી હતી અને ફરિયાદીની દીકરી જ્યોતિબેનને હડફેટે લીધી હતી જેથી તેને ગંભીર ઇજા થતાં દોઢ વર્ષની બાળકીનું મોત નીપજ્યું હતું અને ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી પોલીસે બાળકીના અકસ્માત મૃત્યુના બનાવમાં હાલમાં બાળકીના પિતાની ફરિયાદ લઈને કાર ચાલક યતિનભાઈ કાંતિલાલ ઉઘરેજા જાતે પટેલ (૨૩) રહે. બેલા તાલુકો મોરબી વાળાની ધરપકડ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે






Latest News