મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાં કરોડો રૂપિયાની ટેક્ષ ચોરીના કેસમાં હવે શું ?


SHARE







મોરબીમાં કરોડો રૂપિયાની ટેક્ષ ચોરીના કેસમાં હવે શું ?

મોરબીમાંથી સીજીએસટીની ટીમ દ્વારા ટેક્સ ચોરીમાં બે કારખાનેદાર સહિત ત્રણની ધરપકડ કરી હતી અને ત્રણેયને મોરબીની ચીફ જ્યુડીસ્યલ મેજિસ્ટર કોર્ટમાં ગુરૂવારે રજૂ કરાયા હતા ત્યારે બંન્ને પક્ષની દલીલ સાંભળીને કોર્ટે ૧૪.૬૬  કરોડની ટેકસ ચોરીના ગુનામાં ત્રણ આરોપીની જામીન અરજીને નામંજુર કરવામાં આવે છે તેનો હુકમ શુક્રવારે કરવામાં આવેલ છે અને હવે આગામી દિવાસીમાં આરોપીઓના વકીલ મારફતે મોરબીની સેશન્સ કોર્ટમાં જામીન માટે અરજી કરવામાં આવશે

મોરબીના લખધીરપુર રોડે આવેલ લેકસસ ગ્રેનાઇટોના ડીરેકટર અનિલ બાબુભાઈ દેત્રોજા અને હિતેશ બાબુભાઈ દેત્રોજા તેમજ લેક્સેસ કંપનીના એકાઉન્ટટ રાજેશ રણછોડભાઈ દેત્રોજાની સીજીએસટીની ટીમે ધરપકડ કરી હતી અને ગુરૂવારે મોરબીની ચીફ જ્યુડિશયલ મેજીસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કર્યા હતા અને આરોપીની જામીન અરજીની સુનાવણી કરવામાં આવી હતી અને કોર્ટે ગુરૂવારે જામીન અરજી નામંજૂર કરેલ છે તેવો ઓરલી ઓર્ડર કરી દીધો હતો અને ત્યાર બાદ શુક્રવારે તેનો ફાઇનલ ઓર્ડર થઈ ગયો છે ત્યારે ૨૦૨૧-૨૨ થી લઈને હાલ સુધીમાં કરવામાં આવેલ માલના વેચાણમાં અન્ડર વેલ્યુ અને વિધાઉટ બિલથી માલ આપવામાં આવ્યો હોય તેવું સીજીએસટીની ટીમને ધ્યાન ઉપર આવ્યું હતું અને કુલ મળીને ૧૪.૬૬ કરોડથી વધુની ટેક્સ ચોરીના કેસમાં બે ડિરેક્ટર અને એક એકાઉન્ટ સાઈટ કુલ ત્રણની ધરપકડ કરીને તેને હાલમાં જયુડિશયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવેલ છે ત્યારે આ અંગે આરોપીના વકીલ દિલીપભાઇ આગેચાણિયા સાથે વાત કરતાં તેને કહ્યું હતું કે હાલમાં જામીન અરજીને નામંજૂર કરવામાં આવી છે જેથી કરીને આગામી દિવાસોમાં સેશન્સ કોર્ટમાં જામીન માટે અરજી કરાશે






Latest News